ફિલ્મ પ્રિવ્યૂઃ બેંગ બેંગ

ફિલ્મ પ્રિવ્યૂઃ બેંગ બેંગ

‘બેન્ગ બેન્ગ’ ફિલ્મ હોલીવૂડની વર્ષ ૨૦૧૦માં આવેલી ટોમ ક્રૂઝ અભિનિત ફિલ્મ ‘નાઇટ એન્ડ ડે’ની રીમેક છે. 

ખૂંખાર આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી ઓમર ઝફર (ડેની) લંડનમાં રહેલા ભારતના કોહિનૂર હીરાને ચોરવાનું કાવતરું ઘડે છે, પરંતુ એ પહેલાં જ રાજવીર નંદા (રિતિક રોશન) એ હીરાને ચોરીને ભાગે છે. આથી રાજવીરની પાછળ ઓમરના માણસો અને તે બંનેની પાછળ પોલીસ પડે છે. આ દરમિયાન શિમલામાં બેન્ક-રિસેપ્શનિસ્ટ હર્લિન સાહની (કેટરિના કૈફ) વગર કારણે ફસાઇ જાય છે. તેને સુરક્ષિત રાખવા માટે રાજવીર તેને પોતાની સાથે જ વર્લ્ડ-ટૂર કરાવતો ફરે છે અને બંને વચ્ચે પ્રેમ પાંગરે છે, પરંતુ રાજવીર અંતે કોહિનૂર હીરો શા માટે ચોરે છે? એ હીરાનું છેવટે શું થાય છે? આ બધા પ્રશ્નોના ઉત્તર જાણવા માટે ફિલ્મ જોવી રહી.

• દિગ્દર્શકઃ સિદ્ધાર્થ આનંદ • અન્ય કલાકારોઃ દીપ્તિ નવલ, કંવલજિત સિંહ, જાવેદ જાફરી, પવન મલ્હોત્રા, વિક્રમ ગોખલે, જિમી શેરગિલ વગેરે • ગીતકારઃ વિશાલ દદલાણી, અન્વિતા દત્તા, કુમાર • ગાયકઃ વિશાલ દદલાણી, એશ સિંહ, શિલ્પા રાવ, શેખર રવજિયાણી, હર્ષદીપ કૌર, બેની દયાલ, નીતિ મોહન • સંગીતકારઃ વિશાલ દદલાણી-શેખર રવજિયાણી

ફિલ્મ પ્રિવ્યૂઃ બેંગ બેંગ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.