બાળકોની પરેડ સાથે દિવાળી ઊજવણી

લંડનઃ ટ્રફાલ્ગર સ્ક્વેરમાં મેયર ઓફ લંડન્સ દિવાળી ફેસ્ટિવલનું લોન્ચિંગ સ્થાનિક શાળાના બાળકોની પરેડ સાથે રવિવાર ૧૨ ઓક્ટોબરે કરાશે. આ પરેડનો આરંભ સાઉથબેન્ક પર હંગરફર્ડ બ્રિજથી કરાશે.

આશા અને ખુશીનો સંદેશો પ્રસરાવતું રંગબેરંગી સરઘસ સ્ક્વેર સુધી પહોંચશે. સંગીત, ગરબા અને નૃત્ય, સ્વાદિષ્ટ વાનગીઓ અને ડ્રિન્ક્સ અને બાળકોને મઝા કરાવે તેવાં કાર્યક્રમો સાથેની આ નિઃશુલ્ક ઊજવણીમાં ભાગ લેવા તમામ લંડનવાસીઓ અને મુલાકાતીઓને આમંત્રણ છે. દિવાળી ઈન લંડન કમિટીના સહયોગથી લંડનના મેયર દ્વારા ઊજવણીનું આયોજન કરાય છે. મુખ્ય પ્રાયોજકોમાં લેબારા, ટુરિઝમ પાર્ટનર તરીકે ભારતનું ઉત્તર પ્રદેશ રાજ્ય અને મીડિયા પાર્ટનર ઝી ટીવી છે.

બાળકોની પરેડ સાથે દિવાળી ઊજવણી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.