માતાએ પુત્ર સાથે ટ્રેન સામે ઝંપલાવ્યું
લંડનઃ તીવ્ર હતાશા સામેની લડાઈમાં હારી ગયેલી માતા રુબિના ખાને ૨૩ સપ્ટેમ્બરે સવારે તેના ૧૦ વર્ષના પુત્ર અમાર ખાન સાથે સ્લાઉ રેલવે સ્ટેશનના ટ્રેક પર હાઈ સ્પીડમાં આવતી ટ્રેન સામે ઝંપલાવી જીવન ટુંકાવ્યું હતું.
આ ટ્રેન વિલ્ટશાયરના બેડવિનથી લંડન પેડિંગ્ટન તરફ જઈ રહી હતી. પરિવારે રુબિના ખાનને માયાળુ માતા ગણાવી તેને પુત્ર સાથે ઘણો પ્રેમ હોવાનું જણાવ્યું હતું. જોકે, પોલીસ સંખ્યાબંધ પ્રવાસીઓની હાજરીમાં બનેલી ઘટનાને માત્ર અકસ્માત માનવા તૈયાર નથી. ફર્સ્ટ ગ્રેટ વેસ્ટર્ન ઓપરેટર કંપનીની ટ્રેનના ડ્રાઈવરને પણ આ ઘટનાથી ભારે આઘાત લાગ્યો હતો. અમાર સ્લાઉની ગોડોલ્ફિન જૂનિયર સ્કૂલનો વિદ્યાર્થી હતો.
