સ્થૂળતાથી બચવું છે? ટીવી જોવાનું ટાળો

લંડનઃ જો તમારે સ્થૂળતા કે મેદસ્વીતા ઘટાડવી હોય તો ટેલિવિઝન નિહાળવાનું ઓછું કરી દેવું જોઇએ અને સાથોસાથ લાઈફસ્ટાઈલ વધુ સક્રિય બનાવવી જોઇએ. 

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ એન્ડ ક્લિનિકલ એક્સેલન્સે એક અભ્યાસના અંતે જણાવ્યું છે કે દરેક વ્યક્તિએ ટીવીમુક્ત દિવસ મનાવવો જોઇએ. એટલું જ નહીં, કમ્પ્યુટરનો ઉપયોગ મર્યાદિત કરીને આપણા શરીરને પ્રવૃત્તિશીલ રાખે તેવાં શોખ કેળવવાં જોઈએ. આવા પ્રવૃત્તિશીલ શોખના કારણે લાઈફસ્ટાઈલ તંદુરસ્ત બને છે. ઈન્સ્ટિટ્યૂટની ગાઈડલાઈન્સમાં જણાવાયું છે કે, દરેક વ્યક્તિએ પૂરતી નિદ્રા લેવી જોઈએ, બ્રેકફાસ્ટ કરવો જોઈએ, સમતોલ આહાર આરોગવો જોઇએ.
આ બધા ઉપરાંત, સ્કૂલ કે કોલેજ કે કામધંધાના સ્થળે પગપાળા કે સાઈકલ ચલાવીને જવું જોઇએ. નૃત્ય અથવા સ્વિમિંગ જેવા સક્રિય શોખ કેળવવા જોઈએ તેમ જ શક્ય હોય ત્યારે ચડવાં-ઉતરવાં માટે લિફ્ટનો ઉપયોગ ટાળીને સીડીનો જ ઉપયોગ કરવો જોઈએ.

સ્થૂળતાથી બચવું છે? ટીવી જોવાનું ટાળો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.