ISમાં જોડાયેલા ચાર ભારતીયોને વતન પરત આવવું છે
નવી દિલ્હીઃ મુંબઈ નજીકના કલ્યાણના ચાર યુવકો કે જેઓ ઇરાક અને સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ (IS)માં જોડાયા હતા તેઓ હવે ભારત પરત ફરવા ઇચ્છે છે. ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે એક યુવકના પિતાએ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)નો સંપર્ક કરી તુર્કીથી તેમના પુત્રને પરત લાવવા સહાય માગી હતી.
ગૃહ મંત્રાલયના અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે અમારી પાસે માહિતી છે કે કલ્યાણના ત્રણ યુવકોને પરત ફરવું છે. તેઓ ISના ઉગ્રવાદીઓ સાથે લડવા ઇરાક ગયા હતા. પરિવારોએ સરકારનો સંપર્ક કર્યો નથી. એક યુવાન આરીબના પિતા એઝાઝ મજીદ જરૂર મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ કિસ્સા પરથી અન્ય યુવકો વિશે પણ જાણવા મળશે.
આરીબ તેના મિત્રો અમન નઇમ ટંડેલ, ફહાદ તનવીર શેખ અને સાહિમ ફારૂખટંકી સાથે ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. તેઓ ઈરાક જતા પ્રવાસીઓ સાથે જોડાયા હતા.
