અની દેવાણી હત્યાકેસઃ જજ ટ્રાવર્સો સામે પૂર્વગ્રહનો આક્ષેપ

અની દેવાણી હત્યાકેસઃ જજ ટ્રાવર્સો સામે પૂર્વગ્રહનો આક્ષેપ

વિનોદ હિન્ડોચા

અશોક હિન્ડોચા

પ્રેયન દેવાણી અને પરિવાર

કેપટાઉન, લંડનઃ બહુચર્ચિત અની દેવાણી હત્યાકેસમાં પતિ શ્રીયેન દેવાણી સામેની ટ્રાયલના જજ જેનેટ ટ્રાવર્સો પૂર્વગ્રહયુક્ત વલણ દાખવતા હોવાનો તેમ જ કેસ ચલાવવામાં ન્યાયિક નિષ્ફળ હોવાનો આક્ષેપ આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ લોયર દ્વારા કરાયો છે. અની દેવાણીના પરિવારથી સ્વતંત્ર રહીને તેના તરફે અભિયાન ચલાવતા જૂથ Justice4Anni દ્વારા તૈયાર કરાયેલું ડોઝિઅર સાઉથ આફ્રિકાના મિનિસ્ટર ઓફ જસ્ટિસને મોકલાયું હોવાનું મનાય છે. આ ગ્રૂપે દેશના સૌથી વરિષ્ઠ જજીસમાં સ્થાન ધરાવતા જજ ટ્રાવર્સોને હટાવીને નવેસરથી ટ્રાયલ ચલાવવા માગણી કરી છે.

શ્રીયેન દેવાણી સામેનો કેસ ફગાવી દેવાશે તેવી અટકળો વચ્ચે જૂથના પ્રવક્તાએ જણાવ્યું છે કે ખટલા દરમિયાન જજની રીતભાત જ તેઓ પૂર્વગ્રહિત હોવાનું દર્શાવે છે. આ જૂથ વતી કોર્ટમાં હાજર રહીને રિપોર્ટ આપતા પ્રવક્તાએ ઓળખ જાહેર નહિ કરવાની શરતે મેઈલઓનલાઈન અખબારને જણાવ્યું હતું કે, ‘અમે ફોજદારી અને સિવિલ કાર્યવાહી સહિતની તમામ સંભાવના તપાસી અભિયાનને આગળ ચલાવતા રહીશું. અમે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ લોયરની સેવા પણ મેળવી છે.’ જ્યુરી વિના અને આ તબક્કે કેસને ફગાવી દેવા અંગે કોઈ પ્રભાવ ન ધરાવતા એસેસર સાથે જજ ટ્રાવર્સોની આ લોયરે આકરી ટીકા કરી હોવાનું ગ્રૂપે જણાવ્યું છે. અનીની હત્યા પછીના સપ્તાહોમાં સોશિયલ મીડિયા પર શરૂ કરાયેલા અભિયાનમાં ૨૩,૦૦૦ લોકો જોડાયા છે.

હિન્ડોચા પરિવાર મીડિયા બ્રીફિંગ કરશે

graphics1

graphics1

ટ્રાયલમાં હાજરી આપવા હાલ કેપ ટાઉનમાં રોકાયેલા હિન્ડોચા પરિવારે જણાવ્યું છે કે આઠમી ડિસેમ્બરે જજનો ચુકાદો આવે તે પહેલા તેઓ મીડિયાને માહિતી આપશે. અગાઉ, પરિવારે કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી ટિપ્પણીનો ઈન્કાર કર્યો હતો. તેમને ભય છે કે કેસ ફગાવી દેવાશે તો કોર્ટમાં દેવાણીની જુબાની સાંભળવા નહિ મળે. જોકે ડિફેન્સ ટીમની દેવાણી સામેનો કેસ ફગાવી દેવાની અરજી અંગે પ્રોસિક્યુશન પક્ષની દલીલો સાંભળતા હિન્ડોચા પરિવારના ચહેરાઓ પર નિરાશા છવાઈ હતી. આથી તદ્દન વિપરિત, ટ્રાયલના આરંભ પછી શ્રીયેન અને તેનો ભાઈ પ્રેયન તથા બહેન પાયલ વધુ હળવા જણાતા હતા.

હિન્ડોચા પરિવાર પાસે સિવિલ એકશનનો માર્ગ

graphics2

graphics2

શ્રીયેન ગણતરીના દિવસોમાં મુક્ત થઈને સાઉથ આફ્રિકા છોડી જવાની શક્યતા જણાતા અની દેવાણીના કાકા અશોક હિન્ડોચાએ સ્વીડનથી જણાવ્યું હતું કે ખરેખર શું થયું હતું તે અમે શ્રીયેનના મુખેથી સાંભળવા ઈચ્છીએ છીએ. પરિવાર તેમની સમક્ષના તમામ વિકલ્પો તપાસી રહ્યો છે. કાનૂની નિષ્ણાતો કહે છે કે આ સંજોગોમાં પરિવાર પાસે સિવિલ એક્શનનો જ વિકલ્પ બાકી રહે છે, જેથી તેઓ દેવાણીને જુબાની આપતો સાંભળી શકે. જો જજ ટ્રાવર્સો શ્રીયેન દેવાણી સામેના આરોપ ફગાવી દેશે તો સત્તાવાળા પાસે નિર્ણય સામે અપીલની સત્તા નથી.

જજ શ્રીયેન વિરુદ્ધ કેસ ફગાવી દેવાની અરજી સ્વીકારે તેવી શક્યતા વધુ જણાય છે. કાનૂની નિષ્ણાતો કહે છે કે જો જજ શ્રીયેન વિરુદ્ધ ચુકાદો આપીને ટ્રાયલ આગળ ચલાવવાના હોત તો માત્ર કલાકો અથવા દિવસોમાં જ તેમણે આવો ચુકાદો આપી દીધો હોત. હવે તેમણે બે સપ્તાહનો વિરામ લીધો છે તે હકીકત દર્શાવે છે કે પોતાના નિર્ણયના સમર્થનમાં લાંબો ચુકાદો લખવાનો સમય તેમણે મેળવી લીધો છે.

અની દેવાણી હત્યાકેસઃ જજ ટ્રાવર્સો સામે પૂર્વગ્રહનો આક્ષેપ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.