ગુજરાતમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજી જાહેર

• વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિજીટલ ઈન્ડિયાની સંકલ્પનાને સાકાર કરવા ગુજરાતમાં આનંદીબહેન પટેલ ઈન્ફર્મેશન ટેકનોલોજી પોલિસી જાહેર કરી છે. પ્રથમ વખત બનાવાયેલી આ પોલિસીમાં જીટુબી એટલે કે ગવર્ન્મેન્ટ ટુ બિઝનેસના ઉદ્દેશ કેન્દ્રસ્થાને છે. નવા આઈટી પાર્કની સ્થાપના અને તેને પ્રોત્સાહન આપવા અનેક રાહત અપાઇ છે. જેમાં મુખ્યત્વે આઈટી પાર્કના સ્થાયી મૂડીરોકાણના પ૦ ટકા સુધી પ્રોત્સાહન અપાશે. આ ઉપરાંત પાંચ વર્ષ સુધી નવા એકમોને ઈલેક્ટ્રિસિટી ડયુટીમાં રાહત અપાઇ છે.

• લગ્ન બાદ પતિ સાથે ઓસ્ટ્રેલિયા ગયેલી પરિણીતાએ સાસરિયાના શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને અમદાવાદ પરત આવી મહિલા પોલીસમાં અરજી કરી છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે સાસરિયા તેની પાસે દહેજની માગણી કરે છે. ફરિયાદી રિવાના લગ્ન શહેરના પોશ વિસ્તારમાં રહેતા સૂરજ સાથે થયાં હતાં. લગ્નમંડપમાં સૂરજના પિતાએ રિવાના પિતા પાસે પાંચ લાખની માગણી કરતા રિવાના પિતાએ બે લાખ આપ્યા હતા. આ પછી પતિ સાથે ઓસ્ટ્રેલિયા ગયેલી રિવાને ત્યાં દહેજ માટે સતત ત્રાસ અપાતો હતો.

ગુજરાતમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજી જાહેર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.