છત્તીસગઢમાં નક્સલી હુમલામાં ૧૪ જવાન શહીદ

રાયપુરઃ છત્તીસગઢમાં નક્સલીઓએ ફરીથી મોટો હુમલો કર્યો છે. સુકમા જિલ્લાના ચિંતાગુફા વિસ્તારમાં એલમાગુંડા અને એરાગોંડા વચ્ચે સીઆરપીએફની ૨૩૩મી બટાલિયનનાં પેટ્રોલિંગ યુનિટ પર નક્સલવાદીઓએ સોમવારે હુમલો કર્યો હતો.

નક્સલીઓએ અચાનક કરેલા આઈઈડી બ્લાસ્ટમાં બટાલિયનના ૧૨ જવાન અને ૨ ઓફિસર શહીદ થયા છે. સવારે ૧૦:૩૦ વાગ્યે આ હુમલો થયો હતો. આ પેટ્રોલિંગ યુનિટમાં ૧૨૦ જવાન સામેલ હતા. છત્તીસગઢમાં સીઆરપીએફ પર થયેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે રાજ્યની મુલાકાત લઇને સ્થિતિની સમીક્ષા કરી હતા. આ હુમલાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વખોડ્યો હતો.

છત્તીસગઢમાં નક્સલી હુમલામાં ૧૪ જવાન શહીદ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.