જીભનો વીમો રૂ. ૯.૫ કરોડ!

લંડનઃ જગવિખ્યાત સેલિબ્રિટી અને આંતરરાષ્ટ્રીય રમતવીરો તેમના ખાસ અંગ માટે તોતિંગ રકમનો વીમો ઉતારતા હોય છે એ તો સહુ કોઇ જાણે છે, પરંતુ કોઈ વ્યક્તિની જીભનો ૯.૫ કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવે તો? બ્રિટનની ખ્યાતનામ કંપની ટેટલી ટીએ તેના ટી-બ્લેન્ડર જેબાસ્ટિયાન મિકેલિસની જીભના ટેસ્ટ બડ્સનો આ જંગી રકમનો વીમો ઉતરાવ્યો છે.

કંપનીએ જેબાસ્ટિયાનની જીભનો ૯.૫ કરોડ રૂપિયા (અંદાજે ૯.૮૦ લાખ પાઉન્ડ)નો વીમો ઉતરાવ્યો છે તેનું કારણ એ છે કે તેના પ્રતાપે જ તો કંપની તેમની પ્રોડક્ટ્સની ગુણવત્તા એકધારી જાળવી રાખે છે. તેણે ચા ટેસ્ટીંગમાં એટલી નિપુણતા કેળવી છે કે ૧૫૦૦ પ્રકારની ચામાંથી કોઈ એક ચાનું માત્ર ૧૫ સેકન્ડમાં જ પરીક્ષણ કરીને તેને ગુણવત્તા અનુસાર ગ્રેડ આપી શકે છે. જેબાસ્ટિયાન આ કંપનીમાં શરૂઆતમાં એક ટ્રેઇની તરીકે જોડાયા હતા, આજે તેઓ અતિ મહત્ત્વના સ્થાને બીરાજે છે. જોકે ટી બ્લેન્ડર બનતા પહેલા તેણે નવ વર્ષ સુધી દુનિયાભરના ચાના બગીચાઓમાં ફરીને ચાના વિવિધ ટેસ્ટનો અભ્યાસ કરવો પડ્યો હતો.

અધધધ અનુભવ

કંપનીના સિનિયર બ્રાન્ડ મેનેજર એલેક્સ સ્નોડેન કહે છે કે તેમની કંપનીમાં કામ તમામ બ્લેન્ડર્સના અનુભવનો સરવાળો કરવામાં આવે તો કુલ અનુભવનો આંકડો ૯૦૦ વર્ષ થાય છે. તેઓ દર અઠવાડિયે ૪૦ હજાર કપ ચાનું ટેસ્ટિંગ કરે છે. આ કારણે તેમના ટેસ્ટ બડ્સ કંપની માટે ખૂબ જ મહત્ત્વના છે.

જીભનો વીમો રૂ. ૯.૫ કરોડ!
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.