જોર લગા કે હૈઇસા... માઇનસ બાવન ડિગ્રી ઠંડીમાં મુસાફરોએ પ્લેનને ધક્કા મારવા પડયાં!

મોસ્કોઃ તમે પ્લેન ટેઇક-ઓફ્ફ થવાની રાહમાં સીટબેલ્ટ બાંધીને બેઠા હો અને અચાનક પાઇલટ એનાઉન્સ કરે કે પ્લેનની બ્રેક જામ થઇ ગઇ હોવાથી તમારે પ્લેનમાંથી નીચે ઉતરીને તેને ધક્કો મારવો પડશે તો?! તમને કદાચ માન્યામાં નહીં આવે પણ રશિયામાં આવી જ ઘટના બની છે. રશિયાના માઇનસ બાવન ડિગ્રી ટેમ્પરેચરમાં એક સિવિલિયન વિમાનની બ્રેક જામ થઈ જતાં ૭૦ મુસાફરોએ નીચે ઉતરીને ધક્કા મારવાની નોબત આવી હતી.

આ વિચિત્ર ઘટનાનો એક મુસાફરે વીડિયો લીધો હતો અને બાદમાં તેને યુટયૂબ પર અપલોડ કરતા આ સમાચાર બહાર આવ્યા છે. વીડિયોમાં વિમાનને સફળતાપૂર્વક ધક્કા માર્યા પછી કેટલાક મુસાફરો ગેલમાં આવી ગયેલા દેખાય છે. આ ઉપરાંત વીડિયોમાં રન-વે પર પણ સ્નો છવાયેલો દેખાય છે.

રશિયાના ક્રેસ્નોયાર્સ્ક ક્રાઈમાં આવેલા ઈગારકા એરપોર્ટ પર યુટી-એરના વિમાનની ચેસીઝ બ્રેક ખૂબ જ નીચા તાપમાનના કારણે જામ થઈ ગઈ હોવાનું એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું. આ અંગે વેસ્ટર્ન સાઈબેરિયાના ટ્રાન્સપોર્ટ પ્રોસિક્યુટરે કહ્યું હતું કે, ૨૫ નવેમ્બરે બનેલી આ ઘટનાની અમે તપાસ શરૂ કરી દીધી છે. ખૂબ જ ઠંડા તાપમાનના કારણે વિમાનની બ્રેક કામ નહોતી કરતી અને વિમાન ખેંચવાની ટ્રક પણ તેને ટેક્સી વેમાં લાવી શકી ન હતી.

આ ભેજામારી વચ્ચે કેટલાક મુસાફરોને ફ્લાઈટ મોડી પડવાની ચિંતા સતાવા લાગી હતી. આ દરમિયાન એક પછી એક આશરે ૭૦ મુસાફરો વિમાનની નીચે ઉતરી ગયા હતા અને વિમાનને ધક્કો મારવો પડ્યો હતો.

આ વિમાન ઈગારકા એરપોર્ટના રન-વે પર આશરે ૨૪ કલાક પડયું રહ્યું હતું. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, આ વિમાનના પાઈલોટ પાર્કિંગ બ્રેકને ટેક-ઓફ કરવાનું ભૂલી જતાં આટલા ઠંડા તાપમાનમાં બ્રેક જામ થઈ ગઈ હતી. જોકે, બાદમાં આ વિમાન સફળતાપૂર્વક ટેક-ઓફ થયું હતું.

જોર લગા કે હૈઇસા... માઇનસ બાવન ડિગ્રી ઠંડીમાં મુસાફરોએ પ્લેનને ધક્કા મારવા પડયાં!
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.