નજરબાગ પેલેસ બનશે ગુજરાતનો સૌથી મોટો મોલ

નજરબાગ પેલેસ બનશે ગુજરાતનો સૌથી મોટો મોલ

વડોદરાઃ શહેરની મધ્યમાં આવેલો નજરબાગ પેલેસ દાયકાઓથી આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. જોકે હવે આ પેલેસની જમીન પર ભવ્યાતિભવ્ય અને રાજ્યનો સૌથી મોટો એરકન્ડિશન્ડ શોપિંગ મોલ બનાવવાનું આયોજન થયું છે. બે વર્ષમાં આ મોલનું નિર્માણકાર્ય પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે.

રાજવી પરિવારના સભ્ય સંગ્રામસિંહ ગાયકવાડના ભાગે આવેલી ૧. ૨૦ લાખ ચોરસફૂટ જમીનની આ મિલકતને શહેરની જ એક રિઅલ એસ્ટેટ કંપની દ્વારા શોપિંગ મોલમાં ડેવલપ કરાશે. આ માટે બન્ને વચ્ચે કરાર થયા હોવાના પણ અહેવાલ છે. ૭૧ હજાર ચોરસફૂટ જગ્યામાં નજરબાગ ખાતે હવે ૩૦૦૦ દુકાનો ધરાવતો શોપિંગ મોલ આકાર લેશે. જેમાં વસ્ત્રો, જ્વેલરી, હોમ ફર્નિશિંગની વિવિધ ચીજવસ્તુઓ માટે દુકાનો હશે. સંગ્રામસિંહના પુત્ર પ્રતાપસિંહ આ મોલની ડિઝાઇનમાં હેરિટેજ સ્પર્શ આપશે તેમ મનાય છે. જ્યારે કન્સ્ટ્રકશન અને ઇન્ટિરિયર મોડર્ન આઉટલુક ધરાવતું હશે.

નજરબાગ પેલેસ બનશે ગુજરાતનો સૌથી મોટો મોલ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.