પક્ષોને દાન આપો અને લોર્ડ બનો

લંડનઃ ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચલાવતી સંસ્થા ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના રિપોર્ટ અનુસાર હાઉસ ઓફ લોર્ડ્સના સભ્યો દ્વારા રાજકીય પક્ષોને ૨૦૦૧થી કુલ ૩૯ મિલિયન પાઉન્ડનું દાન અપાયું છે. આ આંકડો ઉમરાવપદ વેચાતું લઈ શકાતું હોવાની શંકાને સમર્થન આપે છે. જોકે, ત્રણે મુખ્ય રાજકીય પક્ષો અને લોર્ડ્સ પણ દાન અને લોર્ડ્સમાં બેઠક વચ્ચે કોઈ સંબંધ હોવાનું નકારે છે.

આ પક્ષોએ તેમના ગત ચૂંટણી મેનિફેસ્ટોમાં આવી દાન સંસ્કૃતિનો અંત લાવવા વચન આપેલું છે. કન્ઝર્વેટિવ દાતા લોર્ડ પોપટે જણાવ્યું છે કે, ‘તેમના દાન અને ઉમરાવપદ વચ્ચે કોઈ સંબંધની વાત સંપૂર્ણ પાયાવિહોણી છે. ’

સંશોધન દર્શાવે છે કે ૨૦૧૦ પછી એપોઈન્ટ કરાયેલા ૧૧ લોર્ડ્સ દ્વારા રાજકીય પક્ષને £૧૦૦,૦૦૦ થી વધુ અને કુલ £૧૪ મિલિયનનું દાન અપાયું હતું. આ દાન આપનારાઓમાં ૨૦૧૧માં લોર્ડ બનાવાયેલા કન્ઝર્વેટિવ લોર્ડ ફિન્ક દ્વારા તેમની નિમણૂક અગાઉ પક્ષને £૨.૪ મિલિયન અને તે પછી વધુ £૭૨૮,૯૪૧નું દાન અપાયું હતું. લેબર પાર્ટીના લોર્ડ હોગેએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં લોર્ડશિપ મળવા અગાઉ પક્ષને £૧.૩ મિલિયન અને તે પછી વધુ £૧૬૬,૪૦૦નું દાન આપ્યું હતું. હોગે કહે છે કે તેઓ ૧૦ કરતા વધુ વર્ષથી પક્ષને દાન આપે છે. મારા દાન અને લોર્ડશિપ વચ્ચે કોઈ સંબંધ હોવાનો ઈશારો પણ હોત તો મેં તેનો ઈનકાર જ કર્યો હોત.

બીજી તરફ, લિબરલ ડેમોક્રેટ્સના પૂર્વ ટ્રેઝરર લોર્ડ રાઝલે ગત સપ્તાહે જણાવ્યું હતું કે તેમને લોર્ડમાં સ્થાન અપાવવા અનેક વખત £૧ મિલિયનથી વધુ કેશની ઓફર કરાયેલી છે. લેબર પાર્ટીના ઉમરાવોએ ૨૦૦૧થી પક્ષને આશરે £૨૧.૬ મિલિયન, જ્યારે કન્ઝર્વેટિવ અને લિબ ડેમ ઉમરાવોએ અનુક્રમે £૧૫.૬ મિલિયન અને £૧.૨ મિલિયનનું દાન આપેલું છે.

પક્ષોને દાન આપો અને લોર્ડ બનો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.