પ્રમુખસ્વામી મહારાજના ૯૪મા જન્મદિનની ઉજવણી

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના વડા પ્રમુખસ્વામી મહારાજનો ૯૪મો જન્મદિન ૩૦ નવેમ્બરે સાળંગપુર ખાતે હજારો હરિભક્તોની હાજરીમાં ઊજવાયો હતો. પ્રમુખસ્વામી મહારાજ જ્યારે મંચ ઉપર પધાર્યા ત્યારે દેશવિદેશમાંથી ઉમટેલા ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા. પ્રમુખસ્વામી મહારાજે સહુને આશીર્વાદ પાઠવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને પ્રમુખસ્વામી મહારાજને જન્મજયંતિની શુભેચ્છા પાઠવીને જણાવ્યું હતું કે ‘હું મારી જાતને ધન્ય માનું છું કે પ્રમુખસ્વામી મહારાજ સાથે ખૂબ નીકટથી વાર્તાલાપ કરવાનો મને વર્ષો સુધી લાભ મળ્યો છે. તેમણે મને ખૂબ ઊંડાણથી પ્રેરિત કર્યો છે. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને તેમના ૯૪મા જન્મદિને મારા પ્રણામ પાઠવું છું. તેમણે પોતાનું સમગ્ર જીવન શાંતિ, સંવાદિતા, સમાજની સેવા માટે સમર્પિત કર્યું છે.
