પ્રવાસી ભારતીય દિવસઃ ૧૫ મુખ્ય પ્રધાન મહેમાન બનશે
ગાંધીનગરઃ ગુજરાતના પાટનગરમાં આગામી જાન્યુઆરીમાં યોજાનારા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીમાં ૧૫ રાજયોના મુખ્ય પ્રધાન હાજર રહેશે.
આ ઉપરાંત ભાજપશાસિત પ્રદેશોના તમામ મુખ્ય પ્રધાનોને ભાગ લેવા માટે આમંત્રણ મોકલાશે. એક અંદાજ પ્રમાણે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીમાં ૭ હજાર મહાનુભાવો, આમંત્રિત હાજર રહે તેવી શકયતા છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ૮ અને ૯ જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસ ઉજવાશે.
