પ્રસિદ્ધ ડિટેક્ટિવ નવલકથાકાર પી ડી જેમ્સનું ૯૪ વર્ષની વયે નિધનઃ
સંખ્યાબંધ ડિટેક્ટિવ નવલકથાઓ માટે પ્રસિદ્ધિને વરેલાં લેખિકા અને બેરોનેસ ઓફ જેમ્સ હોલેન્ડ પાર્ક પી ડી જેમ્સનું ૯૪ વર્ષની વયે નિધન થયું હતું.
તેમણે પોલીસમેન અને કવિ આડમ ડેલગ્લીશના પાત્રને નવલકથાઓમાં ચમકાવ્યું હતું. ઓક્સફર્ડ ખાતેના નિવાસે તેમણે ૨૭ નવેમ્બર, ૨૦૧૪ના રોજ અંતિમ શ્વાસ લીધાં હોવાનું પરિવારે જણાવ્યું હતુ.
