ફિલ્મ પ્રિવ્યુ - ઉંગલી

સંજય દત્તે જેલમાં જતાં પૂર્વે પૂરી કરેલી આ છેલ્લી ફિલ્મ એટલે ‘ઉંગલી’. હવે તે જેલમાંથી બહાર આવ્યા પછી જે ફિલ્મ કરશે તેમાં જોવા મળશે. અભય (રણદીપ હૂડા), માયા (કંગના રાણાવત), ગોટી (નીલ ભૂપાલમ્) અને કલીમ (અંગદ બેદી) ચાર મિત્રો છે. અભય ક્રાઇમ-જર્નલિસ્ટ છે, માયા મેડિકલની વિદ્યાર્થિની છે, ગોટી કમ્પ્યુટર હાર્ડવેર સ્પેશ્યલિસ્ટ છે અને કલીમને પોતાનું ગેરેજ છે. વિવિધ ક્ષેત્રના આ ચારેય અનાયાસે રિકી (અરુણોદય સિંહ)ના જિમમાં મળે છે અને બધા ખાસ મિત્રો બની જાય છે.

એક દિવસ દારૂના નશામાં ધૂત અંશુમન દયાલ નામનો એક માણસ રિકીને કાર નીચે કચડી નાખે છે. રિકીને ન્યાય મળે એ માટે તેના ચારેય મિત્રો બહુ જહેમત ઉઠાવે છે, પરંતુ અંતે ર્કોટમાં અંશુમન નિર્દોષ ઠરે છે. ચારેયને આઘાત લાગે છે. તેઓ હવે ‘ઉંગલી’ નામની એક ગેન્ગ શરૂ કરે છે, જે ભ્રષ્ટ તંત્રને સુધારવાનું કામ શરૂ કરે છે. આ ગેન્ગ શરૂ કરવાનો વિચાર નિખિલ (ઇમરાન હાશ્મી)નો છે. નિખિલની મદદથી અને પોતાની મહેનતથી ઉંગલી ગેન્ગ મ્યુનિસિપલ કમિશનરથી લઈને ઉચ્ચ અધિકારીઓના કરતૂતો ખુલ્લા પાડે છે. વહીવટી તંત્રની ગોબાચારી ખુલ્લી પાડતી આ ઉંગલીથી હાહાકાર મચી જાય છે. મીડિયા પણ આ ઉંગલી ગેન્ગની કામગીરીથી જોરદાર પ્રભાવિત થાય છે. યુવાનોમાં પણ આ ગેન્ગનું આકર્ષણ છે. સત્તાધિશો કોઈ પણ હિસાબે આ ઉંગલી ગેન્ગને ખતમ કરવા પોલીસને કહે છે. હવે તે કામ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર કાલે (સંજય દત્ત)ના હાથમાં આવે છે. હવે આગળ શું થાય છે તે જાણવા ફિલ્મ જોવી રહી.

નિર્માતાઃ કરણ જોહર, હિરુ યશ જોહર

લેખક-દિગ્દર્શકઃ રેન્સીલ ડિસિલ્વા

ગીતકારઃ અમિતાભ ભટ્ટાચાર્ય, કુમાર, મનોજ યાદવ

સંગીતકારઃ સલીમ-સુલૈમાન મર્ચન્ટ, સચિન-જિગર, ગુલરાજ સિંહ, અસલમ કેયી

ફિલ્મ પ્રિવ્યુ - ઉંગલી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.