બ્રિટન ઈયુમાંથી બહાર નીકળવા તૈયાર

લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને ચિમકી આપી છે કે માઈગ્રન્ટ્સ અંગેના સુધારા નિષ્ફળ રહે તો તેઓ બ્રિટનને ઈયુમાંથી બહાર લઈ જવાની આગેવાની લેવા તૈયાર છે.

તેમણે કહ્યું હતું કે યુરોપિયન માઈગ્રન્ટ્સે વેલ્ફેર બેનિફિટ્સ અથવા કાઉન્સિલના મકાનો સહિતના લાભ મેળવતા પહેલા ચાર વર્ષ રાહ જોવી પડે તેવો કાયદો બનાવવાનો બ્રિટનને અધિકાર છે. સાથી નેતાઓ બેનિફિટ્સ સિસ્ટમમાં ધરમૂળ ફેરફારની તેમની યોજના ફગાવી દેશે તો બ્રિટિશ એક્ઝિટનું નેતૃત્વ સંભાળવા તેમની તૈયારી છે. તેઓ વિદેશી જોબસીકર્સને બેનિફિટ ક્લેઈમ કરવા પર પ્રતિબંધ અને બ્રિટન આવ્યાના છ મહિનામાં નોકરી શોધી ન શકે તો યુકેમાંથી ડિપોર્ટ કરવાની ઈચ્છા રાખે છે. જો વિદેશીઓ તેમના બાળકોને યુકે ન લાવે તો લાખો પાઉન્ડના ચાઈલ્ડ બેનિફિટ પેમેન્ટ અને ટેક્સ ક્રેડિટ્સ વિદેશ મોકલવા પર કેમરન પ્રતિબંધ લાદવા માગે છે.

વેલ્ફેર બેનિફિટ્સના નાણા જેહાદીઓને મળે છે

લંડનઃ મેટ્રોપોલિટન પોલિસના ત્રાસવાદવિરોધી કમાન્ડ યુનિટની અધિકારી ટેરી નિકોલ્સને ચેતવણી આપી છે કે બ્રિટિશ કરદાતાના નાણા અલગ અલગ બેનિફિટ્સ તરીકે ખોટી રીતે ક્લેઈમ કરી તેનો દુરુપયોગ વિદેશમાં જેહાદી પ્રવૃત્તિને ભંડોળ આપવામાં થાય છે. બ્રિટનની ઉદાર બેનિફિટ સિસ્ટમના દુરુપયોગથી ઈરાક અને સીરિયા જેવા દેશોમાં ત્રાસવાદી સંગઠનોની પ્રવૃત્તિઓ ચલાવવાને ભંડોળ મળે છે. તેમણે કહ્યું હતું કે ત્રાસવાદીઓ પોતાની પ્રવૃત્તિઓ માટે નાણા મેળવવા સ્ટુડન્ટ લોનનાં બનાવટી ક્લેઈમ્સ કરતા હોવાના સંખ્યાબંધ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.

બ્રિટન ઈયુમાંથી બહાર નીકળવા તૈયાર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.