ભારતમાં વિદેશીઓનો પ્રવાસ સુરક્ષિત બનાવવા પ્રયાસ

નવી દિલ્હીઃ ભારતમાં આવતા વિદેશી મહિલા પ્રવાસીઓઓની જાતીય સતામણી સહિતના વધી રહેલા દુર્વ્યવહારના કિસ્સાઓને નાથવા માટે હવે સરકાર આકરા કાયદાને આખરી ઓપ આપી રહી છે. નવા કાયદા અનુસાર, વિદેશી પ્રવાસીઓને બદઇરાદે કે સતામણીના ઇરાદાથી અડકવું તે પણ અપરાધ ગણાશે.

કેન્દ્રના પ્રવાસન અને સાંસ્કૃતિક બાબતોના પ્રધાન મનિષ શર્માએ જણાવ્યું હતું કે, વિદેશીઓ ખાસ કરીને મહિલાઓને પ્રવાસન સ્થળે જે સતામણીનો ભોગ બનવું પડે છે તેનાથી પ્રવાસન ઉદ્યોગ પર પણ વિપરિત અસર પડી છે, અને તેથી જ નવા કાનૂનમાં વિદેશી સહેલાણીને અડકવું કે સતામણી કરવી તે પણ અપરાધ ગણાશે.

આગ્રામાં વિશ્વવિખ્યાત તાજ મહેલ આવેલો હોવા છતાં અહીં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં સતત ઘટાડો થતો રહ્યો છે. આ ઘટાડો હવે ૧૦ ટકાની ચેતવણીજનક સ્થિતિએ પહોંચી ગયા છે તેનું એક કારણ અહીં વિદેશી પ્રવાસીઓની થતી સતામણી પણ છે. મોટા ભાગના સહેલાણીઓને સ્થાનિક લોકોથી છેતરાયા હોવાનો પણ અનુભવ થાય છે. આ બધી ફરિયાદોને ધ્યાનમાં રાખીને સરકાર કાયદામાં સુધારો કરી રહી છે.

ભારતમાં વિદેશીઓનો પ્રવાસ સુરક્ષિત બનાવવા પ્રયાસ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.