મોડાસામાં ગુજરાતનો પ્રથમ એક્યુપ્રેસર પથ

મોડાસાઃ અરવલ્લી જિલ્લાના મોડાસામાં ઓધારી તળાવ પર બગીચામાં રાજ્યનો પ્રથમ એક્યુપ્રેસર પથ બનાવાયો છે.

નગરજનોના આરોગ્યની જાળવણી માટે બનાવાયેલો આ એક્યુપ્રેસર પથ છ ફૂટ પહોળો અને ૬૦૦ ફૂટ લાંબો છે. હરિદ્વાર સ્થિત અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના માર્ગદર્શનમાં સાકાર થયેલા આ પ્રોજેક્ટ અંતર્ગત બગીચામાં વિવિધ પ્રકારના એક્યુપ્રેસર માટે ત્રણ પથ બનાવાયા છે. હાઈ, મીડીયમ, અને લો એમ ત્રણ પથ છે. જેમાં હાઈ પથમાં પોઈન્ટ અણિયાળા છે. જેનાથી શરીરમાં વધુ માત્રામાં વાઈબ્રેશન થાય છે. જ્યારે મીડિયમ પથમાં ઓછા અણિયાળા પોઇન્ટ હોવાથી ચાલવામાં સરળતા રહે છે, પણ વાઈબ્રેશનની અસર મધ્યમ થાય છે. જ્યારે ત્રીજા લો એક્યુપ્રેસર પથમાં સમતોલન જાળવીને ચાલી શકાય છે.

મોડાસામાં ગુજરાતનો પ્રથમ એક્યુપ્રેસર પથ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.