રાજ્ય ચૂંટણી પંચના કમિશનર પદે વરેશ સિંહા

ગાંધીનગર: ગુજરાતના મુખ્ય સચિવ પદેથી ૩૦ ઓકટોબરે નિવૃત્ત થયેલા વરેશ સિંહાને રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના કમિશનર પદે નિયુક્ત કર્યા છે.

આગામી ઓકટોબર-૨૦૧૫માં રાજ્યની ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની વ્યાપક ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી ઇન્ચાર્જ વડે ચાલતા આ હોદ્દા ઉપર વરેશ સિંહાને નિમણૂક અપાઇ છે. ત્રણ વર્ષ અગાઉ કે. સી. કપૂર રાજ્ય ચૂંટણી કમિશનર પદેથી નિવૃત્ત થયા હતા ત્યારે પંચના સચિવ પ્રકાશ શાહને કમિશનર પદનો ચાર્જ અપાયો હતો. આ પછી એમ. વી. જોશીને પંચના સચિવ બનાવાયા હતા અને તેમને કમિશનર પદનો ચાર્જ સોંપાયો હતો.

રાજ્ય ચૂંટણી પંચના કમિશનર પદે વરેશ સિંહા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.