સંક્ષિપ્ત સમાચાર

સ્કૂલમાં ચાલતું સેક્સ રેકેટ!ઃ ફ્લોરિડાની એક હાઈસ્કુલમાંથી સેક્સ રેકેટ ઝડપાયું છે. જોકે આના કરતાં પણ વધુ ચોંકાવનારી બાબત એ છે કે આ સેક્સ રેકેટ સ્કૂલમાં જ અભ્યાસ કરતી ૧૭ વર્ષની એક કિશોરી અને ૧૫ વર્ષનો એક કિશોર દ્વારા ચલાવતા હતા. દારૂ અને ડ્રગ્સ માટે અન્ય કિશોરીઓ આ રેકેટમાં સામેલ થતી હતી. જ્યારે શાળાના સંચાલકોને જાણ થઈ ત્યારે આ ભાંડો ફૂટ્યો હતો.

વાવાઝોડાને કારણે લાખો લોકો અટવાયાઃ અમેરિકામાં ભારે હિમવર્ષા અને ચક્રવાતને કારણે જનજીવનને ગંભીર અસર પહોંચી છે. ૨૬ નવેમ્બરે રાતથી શરૂ થયેલી હિમવર્ષાએ ન્યૂ જર્સી, ન્યૂ યોર્ક અને આલ્બેનીને ધમરોળ્યા છે. ક્રિસમસનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે લોકો થેંક્સગિવિંગ ડે માટે ખરીદી કરવા અને સ્નેહીજનોને મળવા વતન પરત ફરી રહ્યાં છે. આ જ દિવસોમાં કુદરતી આફત ત્રાટક્તા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. અહેવાલ પ્રમાણે હિમવર્ષાથી ૭૦૦થી વધુ ફ્લાઈટ રદ કરવામાં આવી હતી અને બે દિવસમાં ૪૭૦૦ ફ્લાઈટના સમયમાં ફેરફાર કરાયા હતા.

ફર્ગ્યુસનમાં અજંપાભરી શાંતિઃ ૧૮ વર્ષના અશ્વેત યુવાનને ઠાર મારનારા શ્વેત પોલીસ અધિકારીને નિર્દોષ છોડી મુકતા કોર્ટના ચુકાદા બાદ ફર્ગ્યુસનમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. હવે હિંસક તોફાનો તો બંધ થયા છે, પણ અજંંપો યથાવત છે. ૨૭ નવેમ્બરે ફર્ગ્યુસનની નજીકમાં આવેલા સેન્ટ લૂઈ શહેરમાં પ્રદર્શનકારીઓએ છૂટાછવાયા ધરણાં-પ્રદર્શન યોજ્યા હતા. અને સરકારની સામે ‘શેમ, શેમ’ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. આશરે ૨૦૦ જેટલા પ્રદર્શનકારીઓએ સેન્ટ લૂઈ શહેરમાં રેલી યોજી હતી.

સંક્ષિપ્ત સમાચાર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.