સંક્ષિપ્ત સમાચાર

ચીનની કંપની સાણંદ પાસે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપશેઃ ચીનના જેઝીયાંગ પ્રાંતની કંપની લાંગ ચેંગ સાણંદ નજીક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપશે. પાર્કમાં લગભગ ૪૦ ચાઇનીઝ કંપનીઓ પોતાના ઉત્પાદન એકમો શરૂ કરશે. જેઝીયાંગ પ્રાંતના ૬૦ જેટલા ઉદ્યોગકારોએ ગુજરાતમાં રોકાણની યોજના સાથે રાજ્યની મુલાકાત લીધી હતી. ચાઇના ઇન્ડસ્ટ્રીયલ ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ કમિટીના જનરલ સેક્રેટરી જગત શાહે જણાવ્યું હતું કે, ‘ચીનના જેઝીયાંગના ઉદ્યોગપતિઓ એજ્યુકેશન ઇક્વિપમેન્ટ કંપની માટે ડેમો યુનિટ સ્થાપશે જ્યાં સ્કીલ ડેવલપમેન્ટ માટે ડેમોન્સ્ટ્રેશન થશે. આ ઉપરાંત રેલવે તથા હાઇવે પ્રોજેક્ટ હાથ ધરતા વાંગલીન જૂથે પણ રાજ્યમાં કામગીરી શરૂ કરવા તત્પરતા દાખવી છે.’

સાબરમતી શુદ્ધિકરણ પ્રોજેક્ટ મંજૂરઃ અમદાવાદ વચ્ચેથી વહેતી સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે ભારત સરકારે વધુ એક મોટી રાહત આપતાં બીજા તબક્કાની કામગીરી માટે રૂ. ૪૪૪.૪૪ કરોડનો પ્રોજેક્ટ મંજૂર કર્યો છે. આમાંથી ૭૦ ટકા રકમ ભારત સરકાર ફાળવશે જ્યારે બાકી ૩૦ ટકા ગુજરાત સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકા સંયુક્ત ભોગવશે. અગાઉ ફેઝ-૧ના પ્રોજેક્ટ માટે ભારત સરકારે રૂ. ૯૦ કરોડ ફાળવ્યા હતા. બીજા તબક્કાની કામગીરી પૂર્ણ થયે શહેરમાં આવતા સાબરમતી નદીના ભાગમાં અનટ્રીટેડ ગટરનું પાણી છોડવા પર પ્રતિબંધ મૂકાશે. એટલું જ નહીં, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટરને પ્રાથમિક ટ્રીટમેન્ટ આપ્યા બાદ જ સુએઝ લાઈનમાં છોડવાનું રહેશે.

મામલતદાર દારૂ પીને હાઇ કોર્ટમાં ઝૂમ્યાઃ જમીન સંબંધિત એક કેસ સંદર્ભે ૨૭ નવેમ્બરે ગુજરાત હાઇ કોર્ટમાં હાજર રહેલા દાહોદના મામલતદાર એસ. એસ. પડવી દારૂના નશામાં ચૂર હોવાનું જણાતાં પોલીસે તેમની ધરપકડ કરી છે. કોર્ટરૂમમાં મામલતદાર નશામાં ડોલતાં જણાતાં જસ્ટિસ આર. એમ. છાયાએ આ ઘટનાને ખૂબ જ ગંભીર નોંધ લીધી હતી અને એક જાહેરસેવક તથા સરકારી અધિકારી હોવા છતાં દારૂ પીને કોર્ટમાં આવવા બદલ કડક શબ્દોમાં ટીકા કરીને તેમની સામે કાનૂની કાર્યવાહીનો આદેશ આપ્યો હતો.

સંક્ષિપ્ત સમાચાર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.