સસ્તું ભાડું, સિંગાપોર, થાઇલેન્ડની યાત્રા

અમદાવાદ, તા. ૨૬ઃ આર્થિક સંકડામણનો સામનો કરી રહેલી સરકારી ક્ષેત્રની એરલાઇન એર ઇન્ડિયાએ પ્રવાસીઓને એકદમ સસ્તા ફેરની જાહેરાત કરી છે. આમ હવે પ્રવાસીઓ એકદમ સસ્તા ફેરમાં યુરોપ, અમેરિકા, થાઇલેન્ડ, સિંગાપોર જેવા વિવિધ ડેસ્ટિનેશનની સહેલગાહ કરી શકશે.

એરલાઇન કંપનીએ સિસ્ટમ પર બુકિંગ પણ શરૂ કરી દીધું છે. મહત્ત્વનું એ છે કે આ ડેસ્ટિનેશનની સહેલગાહ માટે પ્રવાસીઓને ડ્રીમ લાઇનરમાં લઇ જવાશે. વિદેશ ફરવાના શોખીન ગુજરાતીઓ માટે એર ઇન્ડિયાએ વિન્ટર સેલમાં એકદમ ઓછા ફેરમાં ટિકિટ આપવાની જાહેરાત કરી છે. સિંગાપોર અને થાઇલેન્ડ માટે રિટર્ન સાથે પેસેન્જર દીઠ ફક્ત રૂ. ૨૦ હજારમાં ટિકિટ ઓફર કરી છે. દેશના કોઇ પણ ખૂણેથી બુકિંગ કરાવનાર પ્રવાસીઓને આ ઓફરનો લાભ મળશે. પ્રવાસીઓને ઓફરનો લાભ લેનાર પ્રવાસી આગામી ૧૫ નવેમ્બર, ૨૦૧૫ સુધીમાં ટ્રાવેલ કરી શકશે. પરંતુ આ માટે પ્રવાસીએ બીજી ડિસેમ્બર, ૨૦૧૪ સુધીમાં જે તે ડેસ્ટિનેશનનું બુકિંગ કરાવી દેવાનું રહેશે.

સસ્તું ભાડું, સિંગાપોર, થાઇલેન્ડની યાત્રા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.