સાઉદીમાં ૪૫ ભારતીયો પગાર વિના ફસાયા

જેદ્દાહઃ સાઉદી અરેબિયાના જેદ્દાહ નજીક એક લેબર કેમ્પમાં ૪૫ ભારતીય કામદારો મહિનાથી પગાર વિના ગોંધાઈ રહ્યા છે. સ્થાનિક ભારતીય હાઇ કમિશને આ મુદ્દાના ઉકેલ માટે સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી છે. 

જેદ્દાહસ્થિત ભારતીય કોન્સ્યુલ રાજ કુમારે જણાવ્યું હતું કે, ‘અમે આ મુદ્દે પ્રાયોજક કંપનીઓ સાથે ચર્ચા કરી રહ્યા છીએ, તેઓ અહીંથી કામદારોની અંતિમ રવાનગી માટે વ્યવસ્થા કરી રહ્યા છે. અમે અમારાથી બનતા તમામ શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં આ પ્રકરણ ઉકેલાઈ જશે. અમે કામદારો અને કંપનીના સંપર્કમાં છીએ અને કામદારોને તેમના કેમ્પમાં ભોજન પૂરું પાડવાની વ્યવસ્થા કરી છે.’

સાઉદીમાં ૪૫ ભારતીયો પગાર વિના ફસાયા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.