સિંધૂએ ટાઇટલ જાળવી રાખ્યું

મકાઉઃ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બે વખત બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતની બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધૂએ મકાઉ ઓપન ગ્રાં-પ્રિની વિમેન્સ ફાઇનલમાં કોરિયાની કિમ હ્યો મીનને હરાવીને ગોલ્ડ ટાઇટલ જીત્યું છે. ૧.૨૦ લાખ ડોલરની પ્રાઇઝ મની ધરાવતી ફાઇનલ મેચ રવિવારે રમાઇ હતી.

દુનિયાની ૧૧મા ક્રમની ખેલાડી સિંધૂએ કિમને ૪૫ મિનિટ ચાલેલા મુકાબલામાં ૨૧-૧૨, ૨૧-૧૭થી પરાજય આપ્યો હતો. જોકે સિંધૂને બિન-ક્રમાંકિત કોરિયન ખેલાડી સામે વિજય મેળવવા સંઘર્ષ કરવો પડ્યો હતો. સિંધૂના આક્રમક સ્મેશ, જબરદસ્ત ડ્રોફ શોટ્સ અને ઉમદા નેટ પ્લેનો કિમ પાસે કોઈ ઉત્તર નહોતો. કોરિયાની ખેલાડીએ અનેક ભૂલો કરી હતી, જે તેને ભારે પડી હતી.

સિંધૂએ ટાઇટલ જાળવી રાખ્યું
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.