૫૨૧ દીકરીને મહેંદી મૂકી વર્લ્ડ રેકર્ડ રચ્યો

સુરતમાં પી. પી. સવાણી ગ્રૂપ દ્વારા ૧૧૧ કન્યાઓનો સમૂહ લગ્નોત્સવ ૩૦ નવેમ્બરે યોજાયો હતો. આ પૂર્વે ૨૮ નવેમ્બરે યોજાયેલો મહેંદી રસમનો કાર્યક્રમ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ્સ નોંધાયો છે. આ પ્રસંગે એક જ સમયે ૫૨૧ દીકરીઓના હાથે મહેંદી મુકાઈ હતી. ગિનેસ બુકના પ્રતિનિધિઓએ આ વિક્રમને માન્યતા આપતા હવે આ પ્રસંગ રેકર્ડ બુકમાં ચમકશે.
