NAPS, કરમસદ સમાજ અને વસો નાગરિક મંડળ યુકે દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ ઉજવાઇ
નેશનલ એસોસિએશન અોફ પાટીદાર સમાજ, કરમસદ સમાજ અને વસો નાગરિક મંડળ યુકે દ્વારા NAPS દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ અને દિવાળી ઉત્સવની શાનદાર ઉજવણી ટૂટીંગ સ્થિત સંસ્થાના હોલમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે ટૂટીંગના એમપી શ્રી સાદિક ખાન, અગ્રણી નેતાઅો, અધિકારીઅો, વિવિધ સંસ્થાના અગ્રણીઅો અને સદસ્યો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બન્ને પર્વની ઉજવણી કરી હતી.

૦૦૦૦
પ્રસ્તુત તસવીરમાં ડાબેથી NAPS જનરલ સેક્રેટરી શ્રી ઉમેશભાઇ અમીન, ટ્રસ્ટી શ્રી બી.એ. પટેલ, 'એશિયન વોઇસ – ગુજરાત સમાચાર'ના તંત્રી શ્રી સીબી પટેલ, ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઇ અમીન, વોન્ડ્ઝવર્થના મેયર કાઉન્સિલર શ્રી થોમ, ક્રોયડનના મેયર કાઉન્સિલર મંજુ શાહુલ-હમીદ, તેમના કોન્સોર્ટ મોહમદ રફી શહુલ–હમીદ, ભારતીય હાઇ કમિશનના મિનિસ્ટર ફોર કો-અોર્ડીનેશન શ્રી સુખદેવ સિંઘ સિધ્ધુ, વસો નાગરિક મંડળના પ્રમુખ શ્રી પ્રદીપભાઇ અમીન, પાછળ ઉભા રહેલા NAPSના ટ્રસ્ટી શ્રી મધુભાઇ દેસાઇ, ટૂટીંગના કોન્ઝર્વેટીવ પાર્લામેન્ટરી કેન્ડીડેટ શ્રી ડેન વોટકિન્સ તેમજ વોન્ડ્ઝવર્થ કાઉન્સિલના ડેપ્યુટી લીડર કાઉન્સિલર લીયોન કૂપર નજરે પડે છે.
(વધુ અહેવાલ આગામી સપ્તાહે)