ઠગોને બાન રાખી નાણા પડાવનારી સાત એશિયનોની ગેન્ગને જેલવાસ

લંડનઃ માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટે સાત એશિયન પુરુષની ગેન્ગને કથિત બે ઠગોને માન્ચેસ્ટરના ચીથામ હિલ ખાતેના એક ઘરમાં બાનમાં રાખી શસ્ત્રોની ધાકધમકી દ્વારા નાણા મેળવવાના ગુનામાં સજા કરી છે. તારિક ધુમાઈલના વર્ચસ્વ હેઠળની ગેન્ગે કથિત છેતરપિંડીકારોને હિંસાની ધમકી આપી પોતાના બેન્કખાતાઓમાં હજારો પાઉન્ડની રકમ ટ્રાન્સફર કરાવી હતી.

ધુમાઈલને બે વ્યક્તિ સાથે પૂર્વ બિઝનેસ સોદામાં છેતરપિંડી આચરાઈ હોવાની શંકા જતા તેણે સાથી ગુનેગારો સાથે મળી આ લોકોને માન્ચેસ્ટરના કોઈ સ્થળે બેઠક માટે બોલાવ્યા હતા. આરોપીઓએ આ બે વ્યક્તિ પર હુમલો કરી તેમના વોલેટ્સ, ઘડિયાળ, બ્રેસલેટ, ફોન અને ચાવી પડાવી લીધાં હતા. બંને બંધકોને તેમની પત્નીઓને ફોન કરી કુલ ૧૪,૦૦૦ પાઉન્ડ બેન્ક ટ્રાન્સફર કરાવવાની વ્યવસ્થા કરવા જણાવાયું હતું.
કોર્ટે મુખ્ય આરોપી તારિક ધુમાઈલને ચાર વર્ષની તેમ જ અન્ય આરોપીઓ ફતેહ કાશિફ અહમદ, શકુર અહમદ બટ, શાઝવાન અશરફ, ગુલામ અલી અને અબ્દુલ ઝૂબેર કાદુસને ૩૨-૩૨ માસની સજા થઈ હતી. જ્યારે મોહમ્મદ ખાતીર અલીને ૨૭ મહિનાની જેલની સજા થઈ હતી. ગ્રેટર માન્ચેસ્ટર પોલીસના સીનિયર ઓફિસર ડન્કન થોર્પે જણાવ્યું હતું કે થોડાં દિવસો સુધી બાન રખાયેલી બે વ્યક્તિને ખૂબ માર મરાયો હતો. તેમના દ્વારા છેતરપિંડી અંગે અલગ તપાસ ચાલે છે, પરંતુ આરોપીઓએ કાયદો હાથમાં લઈ હિંસા આચરી હતી. આરોપીઓએ ટ્રાયલ શરૂ થવાના દિવસે જ આરોપ કબૂલ કર્યાં હતાં.

ઠગોને બાન રાખી નાણા પડાવનારી સાત એશિયનોની ગેન્ગને જેલવાસ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.