મિની ટોર્નેડો લેસ્ટરશાયરના ટાઉન પર ત્રાટક્યું
લંડનઃ મિની ટોર્નેડોએ રવિવાર, બીજી નવેમ્બરની વહેલી સવારના આશરે ૭.૩૦ના સુમારે લેસ્ટરશાયરના કોલવિલે ટાઉનમાં ત્રાટકીને તબાહી મચાવી હતી. સૂસવાટા મારતા પવનોએ છતો પરથી ટાઈલ્સ ઉખાડી નાખ્યાં હતાં, મોટરકાર્સને નુકસાન પહોંચાડ્યું હતું, વૃક્ષોને મૂળમાંથી ઉખાડ્યાં હતાં અને કચરાના બીન્સને હવામાં ફંગોળ્યાં હતાં.
સંખ્યાબંધ ફેન્સીસ તૂટી ગઈ હતી. નાનકડા વાવાઝોડાંએ વેરેલાં નુકસાનથી નગરના રહેવાસીઓ આઘાતની હાલતમાં આવી ગયાં હતાં. ટાઉનની રહેવાસી થેરેસા બ્રાઉને બીબીસીને જણાવ્યું હતું કે તેના ઘરની છતનો એક હિસ્સો ફંગોલાયો હતો અને નજીકના અન્ય ઘરોને પણ નુકસાન પહોંચ્યું હતું.
