સદાશિવ અમરાપૂરકરનું નિધન

સદાશિવ અમરાપૂરકરનું નિધન

પીઢ અભિનેતા સદાશિવ અમરાપૂરકર (૬૪)નું સોમવારે નિધન થયું છે. તેમને ફેફસામાં ઇન્ફેકશન થયું હતું અને છેલ્લા કેટલાક દિવસોથી તેઓ મુંબઇની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હતા. પારિવારિક સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, તેમના પૈતૃક ગામ અહમદનગરમાં સદ્ગતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 

તેમને બે વાર ફિલ્મફેર એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૮૪માં તેમને 'અર્ધસત્ય' ફિલ્મમાં શ્રેષ્ઠ સહાયક આભિનેતા તથા ૧૯૮૧માં ‘સડક’ ફિલ્મ માટે શ્રેષ્ઠ વિલનના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. તેમણે સડક, આંખે, ઇશ્ક, કુલી નંબર વન અને ગુપ્ત જેવી ફિલ્મોમાં યાદગાર અભિનય આપ્યો હતો. તેઓ ત્રણ પુત્રી અને પત્નીને વિલાપ કરતાં મુકી ગયા છે.

સદાશિવ અમરાપૂરકરનું નિધન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.