સાપ્તાહિક ભવિષ્ય

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષઃ માનસિક સ્વસ્થતા અને મનોબળમાં વધારો થશે. ચિંતા-ઉદ્વેગથી રાહત મળશે. સંજોગો વિપરીત લાગે તો પણ સફળતા મળતા તમારો ઉત્સાહ વધશે. આવકમાં હવે વૃદ્ધિને અવકાશ જણાતો નથી. આ સમય નાણાભીડ સૂચવે છે. નોકરિયાતો માટે એકંદરે કામનો બોજ વધશે. જવાબદારી વધવાથી ભાર રહે. પ્રતિકૂળતા કે મુશ્કેલીના યોગ જણાતા નથી. કામગીરી સફળ બનશે. વેપાર-ધંધાના ક્ષેત્રે મહત્ત્વની તકો મળે. લાભ મળવામાં વિલંબ થાય.

વૃષભઃ માનસિક અકળામણ અને તીવ્ર તાણના કારણે અસ્વસ્થતા વધતી જણાશે. અણધાર્યા ખર્ચના પ્રસંગો આવી પડતાં તમારે અન્ય પર આધાર રાખવો પડશે. શેરસટ્ટામાં લાભની આશા ફળશે નહીં. નોકરીના ક્ષેત્રે મનની મુરાદ બર થતી જણાશે. સ્થળાંતર યોગ પણ જણાય છે. વેપાર-ધંધાની દૃષ્ટિએ વધુ સાનુકૂળ સમય પુરવાર થશે. અગત્યના કામકાજો હાથ ધરી શકશો. જમીન-મકાનની કામગીરી અંગે પ્રયત્નો ફળદાયી નીવડશે.

મિથુનઃ આ સમયમાં ધંધા કે નોકરીના ક્ષેત્રે કેટલીક પ્રતિકૂળતા સર્જાતા માનસિક બોજો ચિંતા જણાશે. આમ છતાંય પરિસ્થિતિ ઝડપથી સુધરવા લાગશે. ચિંતાનો ભાર હળવો બનશે. મહત્ત્વની કામગીરીઓમાં તમને સફળતા મળતી જણાશે. મકાન-સ્થાવર મિલકત અંગેની ચિંતાઓ હળવી બનશે. આર્થિક સમસ્યાઓમાંથી બહાર નીકળી શકશો. લાંબા સમયથી બાકી રહેલી ઉઘરાણીનું કાર્ય પાર પડતું જણાશે. ખર્ચને પહોંચી વળશો.

કર્કઃ સપ્તાહ દરમિયાન ભાગ્ય સાથ આપતું હોવાથી નવીન કામોમાં પ્રગતિ થતી જણાશે. વિઘ્નોને પાર કરી શકશો. ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધતાં જણાશે. અલબત્ત, તમારા કામકાજોમાં વિલંબ જરૂર વધી જશે. આ સમય એકંદરે વધુ ખર્ચાળ અને મૂંઝવણરૂપ જણાશે. આર્થિક જવાબદારી કે બોજો વધતો જણાશે. નોકરિયાત વર્ગને માટે આ સમય મિશ્ર પુરવાર થશે. અહીં લાભ કે પ્રગતિના સંકેતો મળે, પણ તે મળવામાં વિલંબ થાય. તમારા વિરોધીઓ ફાવી શકશે નહિ.

સિંહઃ આ સમયમાં મહત્ત્વનું કામ સફળતાપૂર્વક પાર પડતાં આનંદ મળશે. મનની સ્વસ્થતા જાળવી શકશો. મિત્રો- સ્નેહીઓનો સહકાર મળતા સાનુકૂળતા જણાશે. આર્થિક દૃષ્ટિએ આ સમય મિશ્ર છે. નાણાકીય જરૂરિયાત કે અપેક્ષાઓ પ્રમાણે નાણા ઊભા કરી શકશો. ખર્ચને પહોંચી વળવાનો માર્ગ અને કરજનો ભાર પણ જણાશે. નોકરિયાતોને કોઈ સ્થળાંતર પરિવર્તનની તક મળશે. નવા ક્ષેત્રમાં જવાની તક આવે.

કન્યાઃ આ સપ્તાહમાં અંગત મૂંઝવણ દૂર થતાં આશાવાદી વાતાવરણ સર્જાશે. માનસિક અકળામણ દૂર થશે. આમ છતાંય આર્થિક દૃષ્ટિએ મોટા સાહસ કરવા જેવો આ સમય નથી. નાણાભીડના કારણે ધાર્યા કામો પણ થાય નહિ. આવક કરતાં જાવકનું પલ્લું વધી ન જાય તે જોજો. કોઈના ભરોસે ચાલશો તો નુકસાન પણ ખમવું પડી શકે છે. નોકરિયાતના લાંબા સમયથી ગૂંચવાયેલા પ્રશ્નોનો ઉકેલ આવતો જણાશે.

તુલાઃ આ સમયમાં ઘણા અણઉકેલ્યા પ્રશ્નો ઉકેલાતા જણાશે. હવે વધારાની નવીન જવાબદારી ઉઠાવવા તૈયાર રહેજો. નવીન તકો પણ પ્રાપ્ત થાય. અહીં આપની નાણાકીય પરિસ્થિતિ સારી આવકના અભાવે યથાવત્ રહેશે. જે કંઈ આવક થશે તે ખર્ચાઈ જશે. જોકે જૂની આર્થિક જવાબદારી હળવી થશે. મૂંઝવણો જરૂર દૂર થશે. નોકરિયાત માટે હવે વાતાવરણ સાનુકૂળ બનવા લાગશે. તથા લાંબા સમયથી અટવાયેલા લાભો તથા બઢતીની તકો વધશે.

વૃશ્ચિકઃ તમારા સંજોગો સાનુકૂળ બની રહ્યા હોવાથી માનસિક ચિંતાઓનો બોજો હળવો બનશે. આશાવાદી કાર્યરચનાઓના કારણે તમારી તંગદિલીમાં ઘટાડો થશે. તમે જેટલા વધુ કાર્યશીલ થશો તેટલા જ આનંદિત રહી શકશો. નાણાકીય દૃષ્ટિએ ચિંતાઓ દૂર થશે. જૂની ઉઘરાણીની આવક થાય. વધારાના ખર્ચને પહોંચી વળવા માટે તમારું આર્થિક આયોજન સફળ થશે. લેણી રકમો મળશે. નોકરિયાત માટે આ સમય મહત્ત્વનો નીવડશે. તમે સારી નોકરી કે પદ મેળવવામાં સફળ થશો.

ધનઃ આ સમયમાં એક પ્રકારની ઉદાસીનતાનો અનુભવ થશે. તમારા વિચારો અમલમાં ન મૂકાતા ચિંતા વધશે. સંજોગો હજુ સુધરવામાં સમય લાગશે. તેથી સમજીવિચારીને ખર્ચ કે સાહસ કરજો. નાણાંનો દુર્વ્યય ન થાય તે જોજો. અહીં આવકના પ્રમાણમાં ખર્ચ વધુ રહેતા બચત અશક્ય બનશે. આપની નોકરીના ક્ષેત્રે કોઈ સારી તક મેળવી શકશો. બદલી-બઢતી શક્ય બને. વિરોધીઓના કારણે થોડી ઘણી ચિંતા રહેશે.

મકરઃ આ સમયમાં સ્વાસ્થ્ય સાચવશો. અસ્વસ્થતા અને બેચેનીને કારણે ઘણા કામકાજોમાં પૂરતું ધ્યાન આપી શકાય નહીં. તમે જે લાભની આશા અહીં રાખી રહ્યા છો તે મેળવવામાં હજુ વિલંબ થતો જણાય. આ સમયમાં નાણાકીય જવાબદારીઓ વધતી લાગશે. કરજ-દેવાનો ભાર વધે નહિ તે જોવું જરૂરી છે. આવકની સામે ખર્ચનો પ્રવાહ વધી જતો જણાય છે. આ અંગેના પ્રશ્નો ગૂંચવાતા લાગે, નોકરિયાતોને હરીફોના કારણે ચિંતા રહે.

કુંભઃ માનસિક દૃષ્ટિએ આ સમય શુભ જણાય છે. મન પરથી બોજ ઉતરતો જણાશે. નવા કામકાજોમાં જણાતી પ્રગતિ ઉત્સાહપ્રેરક બનશે. નાણાકીય બાબતોના ઉકેલ માટે ગ્રહયોગ મિશ્ર ફળ આપશે. આવક કરતાં ખર્ચનું પલ્લું નમતું રહેવાના કારણે આર્થિક સંતુલન જાળવવું મુશ્કેલ બનશે. નોકરીમાં પ્રગતિ અને વિકાસનો માર્ગ ખુલ્લો થશે. અટવાયેલા લાભ મેળવી શકશો. વેપાર-ધંધાના કાર્ય આડેના વિઘ્નોને પાર કરી સફળતા મેળવશો.

મીનઃ તમારી મનઃસ્થિતિ સ્વસ્થ રહેશે. નવીન તકો આવે તેને વધાવી લેજો. યશ અને સન્માન વધશે. આર્થિક પરિસ્થિતિ થોડી ઘણી ગૂંચવાયેલી જણાય. ખર્ચાઓ ઊભા જ રહેશે. અલબત્ત, તમારા કામકાજો પૂરતાં નાણાં મળશે ખરા. નોકરી-ધંધાના ક્ષેત્રે આ સમય સિદ્ધિ આપનારો નીવડશે. નોકરિયાતને મુશ્કેલીના સંજોગો હશે તો તેમાંથી બહાર આવવાનો માર્ગ મળશે. ધંધા-વેપારના કામકાજોમાં ધાર્યો સુધારો થતાં લાભની આશા વધે. ભાગીદારીના પ્રશ્નો હલ થાય.

સાપ્તાહિક ભવિષ્ય
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.