સોમવારે હાર્ટ એેટેકનો ખતરો સૌથી વધુ

એડીનબર્ગઃ શું તમે જાણો છો સોમવારે હાર્ટ અટેકેનો ખતરો સૌથી વધુ હોય છે? વિશ્વાસ થાય કે ન થાય, પરંતુ હકીકત છે. અન્ય દિવસોની સરખામણીમાં સોમવારે હૃદયની વેદના વધે છે અને હાર્ટ એટેકની સંભાવના વધુ રહે છે, તેથી સોમવારને મન્ડે બ્લૂઝ કહેવાય છે. 

સ્કોટલેન્ડમાં હાથ ધરાયેલા એક અભ્યાસ પ્રમાણે રવિવારની રજા બાદ સોમવારે કામ પર જવાનો તણાવ લોકોને બીમાર બનાવી દે છે. ડોક્ટરોની સલાહ છે કે જો માનવી સ્ટ્રેસ મેનેજ કરતાં શીખી જાય તો મહદંશે હાર્ટ એટેક ટાળી શકાય છે. અન્ય દિવસોની સરખામણીમાં સોમવારે તેમની પાસે હૃદયના દર્દી વધુ આવે છે.
સ્કોટલેન્ડમાં ૯૧,૧૯૩ પુરુષ અને ૭૯,૦૫૧ મહિલાઓ પર આખું સપ્તાહ અભ્યાસ કરાયો હતો, જેમાં સોમવારે સૌથી વધુ ૩૧ ટકા લોકોને હાર્ટ એટેક આવ્યો હતો. સપ્તાહના અન્ય દિવસોની સરખામણીમાં સોમવારે ૩.૧ ટકા વધુ લોકોનાં મૃત્યું થયાં હતાં. દિલ્હીના નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટ ડો. વિનય સાંઘી કહે છે કે સોમવારે સૌથી વધુ દર્દી તેમની પાસે પહોંચે છે. પશ્ચિમના દેશોમાં ‘મન્ડે બ્લૂઝ’ની સૌથી વધુ અસર દેખાય છે.

સોમવારે હાર્ટ એેટેકનો ખતરો સૌથી વધુ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.