૨૦ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનનો શ્રેણીવિજય
અબુધાબીઃ ત્રણ સિનિયર ક્રિકેટર મિસબાહ ઉલ હક, યુનુસ ખાન, સ્પિનર ઝુલ્ફીકાર બાબર અને યુવા ખેલાડી અઝહર અલીએ બન્ને ઇનિંગ્સમાં નોંધાવેલી સદીની મદદથી પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને બીજી તથા અંતિમ ટેસ્ટ મેચમાં ૩૫૬ રનની જંગી લીડથી હરાવીને ૨-૦થી સિરિઝ જીતી લીધી છે.
પાકિસ્તાન બે દસકાના લાંબા ગાળા બાદ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહ્યું છે. પાકિસ્તાને છેલ્લે પોતાની ધરતી પર ૧૯૯૪માં ઓસ્ટ્રેલિયાને ૧-૦થી હરાવ્યું હતું. પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે ૬૦૩ રનનો અશક્ય લક્ષ્યાંક મૂક્યો હતો. જવાબમાં પ્રવાસી ટીમ પાંચમા તથા અંતિમ દિવસે ૮૮.૩ ઓવરમાં ૨૪૬ રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ હતી. મિસબાહને પ્લેયર ઓફ ધ મેચ જ્યારે ચાર ઇનિંગ્સમાં ૪૬૮ રન નોંધાવનાર યુનુસ ખાનને
પ્લેયર ઓફ ધ સિરિઝ જાહેર કરાયો હતો.
