અજેન્દ્રપ્રસાદની જામીન અરજી ફગાવાઈ
આણંદઃ આણંદ નજીકના વડતાલ સ્વામિનારાયણના અજેન્દ્રપ્રસાદની વ્યભિચારના કેસમાં કોર્ટે જામીન અરજી ફગાવી છે.
મંદિરમાં સંતાન પ્રાપ્તિની આશ લઈને આવતી મહિલા સાથે વ્યભિચાર કરી તેની વીડિયો સીડી ઉતારવાના કેસમાં સંડોવાયેલા અને છેલ્લા આઠ વર્ષથી ફરાર વડતાલ સ્વામિનારાયણ મંદિરના અજેન્દ્રપ્રસાદે ધરપકડ ટાળવા માટે સિટી સેશન્સ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી એડિશનલ સેશન્સ જજ એચ. પી. બક્ષીએ ફગાવી છે. કોર્ટે ચુદાકામાં જણાવ્યું હતું કે આરોપીની ગંભીર ગુનામાં સંડોવણી છતી થાય છે.
