અને સામન્થા કેમરનની આંખોમાં આંસુ છલકાયાંઃ
કન્ઝર્વેટિવ પાર્ટીની કોન્ફરન્સમાં વડા પ્રધાન ડેવિડ કેમરનના લાગણીમય પ્રવચનમાં ફેબ્રુઆરી ૨૦૦૯માં અવસાન પામેલા છ વર્ષના પુત્ર ઈવાનનો ઉલ્લેખ થતાં તેમના પત્ની સામન્થાની આંખોમાં અશ્રુ છલકાઇ ગયા હતા. કેમરને નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ને અંગત મુદ્દો ગણાવતા કહ્યું હતું કે સેરેબ્રલ પાલ્સી અને એપિલેપ્સીથી પીડાતા તેમના પુત્ર ઈવાનની લંડનની સેન્ટ મેરી હોસ્પિટલમાં ઘણી સારી કાળજી લેવાઈ હતી.
• જેલવાસી મિન્ડી મુક્ત થાય તેવી શક્યતાઃ પરિણીત પ્લેબોય બિઝનેસમેન પ્રેમી સાઈર અલીની ૧૭ વર્ષીય પત્ની સના અલીની ઘાતકી હત્યા કરવા બદલ ૨૦૦૭માં આજીવન જેલની સજા પામેલી શીખ વિદ્યાર્થિની મિન્ડી ઉર્ફ હરમોહિન્દર કૌર સંઘેરા જેલમુક્મુત થાય તેવા ઉજળાં સંજોગો છે. મિન્ડી બે વર્ષથી સાઈર અલી સાથે સંબંધ ધરાવતી હતી. આ પછી સાઈરે તેની કઝીન સના સાથે લગ્ન કરી લીધા હતા. મિન્ડીએ ગ્રેટર માન્ચેસ્ટર ખાતેના ઘરમાં સગર્ભા સનાને ૪૦થી વધુ ઘા માર્યાના કોઈ ફોરેન્સિક પૂરાવા મળ્યાં નથી.
