ઈમિગ્રેશન નિયમોથી વિદેશી વિદ્યાર્થી ઘટ્યાં

લંડનઃ દરિયાપારના વિદ્યાર્થીઓમાં ભારે ઘટાડાથી યુનિવર્સિટી માટે ભારે ચિંતા સર્જાઈ હોવાનું વાઈસ-ચાન્સેલર્સ રિપોર્ટે જણાવ્યું છે. ગત બે વર્ષમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ અડધી થઈ છે અને ઉપખંડના વિદ્યાર્થીઓ અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાની સંસ્થાઓમાં જવાનું પસંદ કરે છે. 

લંડનઃ દરિયાપારના વિદ્યાર્થીઓમાં ભારે ઘટાડાથી યુનિવર્સિટી માટે ભારે ચિંતા સર્જાઈ હોવાનું વાઈસ-ચાન્સેલર્સ રિપોર્ટે જણાવ્યું છે. ગત બે વર્ષમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ અડધી થઈ છે અને ઉપખંડના વિદ્યાર્થીઓ અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાની સંસ્થાઓમાં જવાનું પસંદ કરે છે. ૨૦૧૧ સુધી યુકેમાં વિદેશી વિદ્યાર્થીની સંખ્યા વધતી રહ્યાં પછી તેમાં ઘટાડો થવા લાગ્યો છે. આ રિપોર્ટ વિદેશી વિદ્યાર્થીને અટકાવતી સરકારની ઈમિગ્રેશન નીતિને દોષિત ગણાવે છે.UUKના ચીફ એક્ઝીક્યુટિવ નિકોલા ડેન્ડ્રિજે યુનિવર્સિટી સ્ટુડન્ટ્સનો સમાવેશ ઈમિગ્રેશન આંકડામાં કરતી નીતિને બદલવા મિનિસ્ટર્સને અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન પછી યુકેમાં રોકાઈ કામ કરવાની વધુ તક સાંપડે તેમ કરવું જોઈએ.યુકેના અર્થતંત્ર માટે પણ વિદેશી વિદ્યાર્થીઓ વિશેષ મહત્ત્વ ધરાવે છે. તેઓ યુકે અર્થતંત્રમાં£૭ બિલિયનથી વધુ ફાળો આપે છે. યુકે અને ઈયુના વિદ્યાર્થીની સરખામણીએ ઓવરસીઝ વિદ્યાર્થીઓ ઘણી ઊંચી ફી ચૂકવે છે. યુકેની વિદ્યાર્થી વસ્તીમાં બીન-ઈયુ વિદ્યાર્થીઓનો હિસ્સો ૧૩ ટકા છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી બજારમાં યુનાઈટેડ સ્ટેટ્સ (૧૬.૪ ટકા), યુનાઈટેડ કિંગ્ડમ(૧૨.૬ ટકા), જર્મની (૬.૩ ટકા), ફ્રાન્સ (૬ ટકા), ઓસ્ટ્રેલિયા (૫.૫.૪ ટકા) અને કેનેડા(૪.૦૯ ટકા) હિસ્સો ધરાવે છે.

ઈમિગ્રેશન નિયમોથી વિદેશી વિદ્યાર્થી ઘટ્યાં
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.