ગિફ્ટ સિટીમાં WTCA, BSEની ઓફિસ શરૂ થશે

ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે આકાર લઇ રહેલી વૈશ્વિક આર્થિક નગરી સમાન ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ ટેક (ગિફ્ટ) સિટીમાં ન્યૂ યોર્ક સ્થિત વર્લ્ડ ટ્રેડ સેન્ટર એસોસિયેશન (ડબલ્યુટીસીએ) તેમ જ બીએસઇની બેક ઓફિસ કાર્યરત થશે.

૯૦૦ એકરથી મોટા વિસ્તારમાં આકાર લેનાર ગિફ્ટ એ આર્થિક સેવાઓ માટેનો એક પ્રકારનો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સેઝ) છે અને તેને કેન્દ્ર સરકારે મંજૂરી આપેલી છે. હાલ ૨૮ માળના બે ટાવર કાર્યરત થઇ ચૂક્યા છે.
ગત ફેબ્રુઆરી માસમાં તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ડબલ્યુટીસીના સેન્ટર માટે એલોટમેન્ટ લેટર ઇશ્યૂ કરાયો હતો, તેમ કહી સૂત્રો ઉમેરી રહ્યા છે કે ન્યૂયોર્કના ડબલ્યુટીસીએના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એરિક દહલે ગિફ્ટ ખાતે ઊભા થનારા સેન્ટરમાં રૂ.૬૦૦ કરોડનું રોકાણ એસોસિયેશન દ્વારા થશે.

ગિફ્ટ સિટીમાં WTCA, BSEની ઓફિસ શરૂ થશે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.