મહાત્મા ગાંધી ફાઉન્ડેશન યોજીત ગાંધી જયંતિની ભવ્ય ઉજવણી

મહાત્મા ગાંધી ફાઉન્ડેશનના ઉપક્રમે મંગળવાર તા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૪ની સાંજે ‘ગાંધી જયંતિ’ (૨ અોક્ટોબર) નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું અાયોજન હેરોના કડવા પાટીદાર સમાજ હોલમાં કરવામાં અાવ્યું હતું. પૂ.બાપુના જીવન-કવનની યાદો તાજી કરવા અને ભારતના સ્વાતંત્ર્યમાં એમના અણમોલ અનુદાનમાંથી પ્રેરણા મેળવવા ફાઉન્ડેશન ગાંધી જયંતિની ઉજવણી છેલ્લા ૩૭ વરસથી થઇ રહી છે. અા પ્રસંગે બ્રિટનના રાજકારણીઅો, સમાજના અગ્રણીઅો, વિવિધ સંસ્થાઅોના કમિટી સભ્યો સહિત અનેક ભાઇ-બહેનોની વિશાળ હાજરીથી હોલ ઉભરાતો હતો.

અતિથિવિશેષ પદ ફાઉન્ડેશનના ગ્રાન્ડ પેટ્રન ભારતીય હાઇ કમિશનના શ્રી જ્ઞાન સિંઘજીએ શોભાવ્યું હતું. અન્ય મહાનુભાવોમાં હેરોના મેયરશ્રી કાઉન્સિલર શ્રી અજય મારૂ, બ્રેન્ટના ભૂતપૂર્વ મેયરશ્રી બોબી થોમસ, હેરો ઇસ્ટના એમ.પી. બોબ બ્લેકમેન, GLAના સભ્ય કાઉન્સિલર શ્રી નવિનભાઇ શાહ, ફાઉન્ડેશનના ગ્રાન્ડ પેટ્રન અને 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ'ના તંત્રીશ્રી સી.બી. પટેલ અાદી વક્તાઅોએ અાગવી શૈલીમાં પૂ. બાપુના જીવનના પ્રેરક પ્રસંગોની યાદો દોહરાવી હતી.

સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય વિધિ મંચ પર બિરાજમાન મહાનુભાવોના હસ્તે કરાયા બાદ સંસ્થાઅોના અગ્રણીઅોના વરદ હસ્તે ગાંધીજીની છબિને પુષ્પાંજલિ અર્પણ કરાઇ. મહાત્મા ગાંધી ફાઉન્ડેશનના વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમતી નીતિબેન ઘીવાલાએ સ્વાગત પ્રવચન કર્યું અને શ્રીમતી ઇલાબેન પંડ્યાએ ગાંધી ફિલ્મના નિર્માતા લોર્ડ એટનબરોને ભવ્ય અંજલિ અાપી. મીત્તલ અર્પણ પટેલ અને સાથીઅોએ પૂ.બાપુનું પ્રિય ભજન ‘વૈષ્ણવજન..” સહિત અનેક દેશપ્રેમના ગીતો તેમજ સત્યમ શિવમ્ સુંદરમ્ જેવા ફિલ્મી ગીતોના સૂરોએ વાતાવરણને ગરિમા બક્ષી.

અા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફાઉન્ડેશનના કમિટી સભ્ય અને કાઉન્સિલર શ્રી મનજીભાઇ કારાએ કર્યું હતું. અા કાર્યક્રમનું જમા પાસું એ હતું કે બધા જ વક્તાઅોએ સમય મર્યાદાનું પાલન કરી સભાજનોને ખુશ કરી દીધાં હતા.

સ્વાદિષ્ટ શાકાહારી ભોજનની સેવા અાપનાર કિર્તી કેટરિંગના જયાબેન પટેલ, કડવા પાટીદાર હોલના શ્રી ચંદુભાઇ પટેલ, BAPSના ટ્રસ્ટીઅો શ્રી વિનુભાઇ ભટ્ટેશા અને શ્રી વી. એચ. પટેલ, સંગીતકારો, સહાયકો તથા ઉપસ્થિત સૌ કોઇનો હાર્દિક અાભાર ફાઉન્ડેશનના માનદ્ મંત્રી શ્રી ભાનુભાઇ પંડ્યાએ માન્યો હતો.

મહાત્મા ગાંધી ફાઉન્ડેશન યોજીત ગાંધી જયંતિની ભવ્ય ઉજવણી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.