રાજકોટમાં દસ વર્ષની બાળાએ કર્યો નાગ-રાસ

રાજકોટમાં દસ વર્ષની બાળાએ કર્યો નાગ-રાસ

રાજકોટઃ નાગ બિનઝેરી હોય તો પણ તેને જ્યારે જોઈએ ત્યારે એનાથી ડર જ લાગતો હોય છે, પણ રાજકોટમાં નવરાત્રિ નિમિત્તે દસ વર્ષની બાળાએ જીવતા નાગ સાથે રાસ કર્યો હતો. જીવતા અને સતત ફૂંફાડા મારતા નાગ સાથે વિના સંકોચે રાસ રમી રહેલી બાળાને જોઈને રાસ જોવા એકત્ર થયેલા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

એક તબક્કે તો લોકોએ રાસના સ્ટેજથી પાછળ હટીને અંતર પણ બનાવી લીધું હતું.
શહેરના સોરઠિયાવાડી સર્કલ પાસે પવનપુત્ર ગરબી મંડળ દ્વારા જીવતા નાગ સાથે ગયા વર્ષો પણ રાસ કરવામાં આવ્યો હતો અને ત્યારે પોલીસે આ પ્રકારનો રાસ રમવાની મનાઈ ફરમાવી હતી. એ પછી પણ આ વર્ષે આ નવરાત્રિમાં રાસ રજૂ થયો હતો. ગયા વર્ષે તો રાસમાં તમામ બાળાઓને હાથમાં નાગ આપવામાં આવ્યો હતો. જ્યારે આ વખતે રાસ દરમ્યાન જોગમાયા બનેલી એક જ બાળાના હાથમાં નાગ હતો, જ્યારે બાકીની બાળાઓએ તલવાર સાથે આ રાસમાં સાથ પુરાવ્યો હતો.
ગરબા મંડળના આયોજક રઘુરામભાઈ બોળિયાએ કહ્યું હતું કે, ‘અમે આ રાસ આસ્થા સાથે રજૂ કર્યો છે અને જે બાળાએ નાગ હાથમાં લીધો હતો એ બાળાને પૂરી પ્રેક્ટિસ કરાવ્યા પછી જ અમે રાસ રજૂ કર્યો છે.’

રાજકોટમાં દસ વર્ષની બાળાએ કર્યો નાગ-રાસ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.