વડોદરામાં બ્રિટિશ સિટિઝન મહિલાને જેલ

વડોદરાઃ પતિ વિરુદ્ધની ભરણપોષણની પિટિશન હાઇકોર્ટે કાઢી નાખતાં નારાજ થયેલી બ્રિટિશ સિટિઝનશિપ ધરાવતી અને સેવાસીમાં રહેતી મહિલાએ એક વર્ષ પહેલાં વડોદરા ફેમિલી કોર્ટનાં પ્રિન્સિપાલ મહિલા જજની ચેમ્બરમાં  અસભ્ય વર્તન બદલ કોર્ટે આ મહિલાને એક વર્ષ અને ૧૫ દિવસની સાદી જેલની સજા ફરમાવી છે.

અખબારી અહેવાલમાં આ ઘટનાની વિગત જણાવ્યા મુજબ સેવાસીના સુમંગલ એવન્યુમાં રહેતાં ૫૩ વર્ષીય યુકેવાસી મહિલા તરલોચના ઝવેરીએ અલકાપુરીમાં જ્વેલરીનો વ્યવસાય કરતા પતિ રાજીવ ઝવેરી સહિત પાંચ સાસરિયાં સામે વર્ષ ૨૦૦૮માં ત્રાસની ફરિયાદ નોંધાવી ભરણપોષણનો દાવો કર્યો હતો. કોર્ટે રૂ. ૨૦૦૦ના ભરણપોષણનો હુકમ કરતાં આ મહિલાએ ગુજરાત હાઇ કોર્ટમાં રિટ કરી હતી. હાઇ કોર્ટે બ્રિટિશ સિટિઝનશિપ ધરાવતાં તરલોચના ઝવેરીની રિટ કાઢી નાખતાં તેઓ નારાજ થયાં હતાં. વડોદરાની ફેમિલી કોર્ટમાં ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ આ મહિલા ધસી ગઇ હતી અને પ્રિન્સિપલ મહિલા જજ ટી. એમ. શેખની ચેમ્બરમાં જઇ ચડભડ કરી તેમણે અપશબ્દો બોલી રિટની નકલ ફાડી હતી. ઉપરાંત મહિલા જજને મારી નાખવાની ધમકી આપી તરલોચના ઝવેરીએ ચપ્પલ મારવાનો પ્રયાસ કર્યો હતો. અંગે જાણ થતાં કોર્ટમાં હાજર અન્ય મહિલા વકીલોએ તેમને પકડીને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ ઘટના સંદર્ભે સિટી પોલીસને જાણ કરાતાં તરલોચના ઝવેરીની ધરપકડ કરાઇ હતી. મહિલા જજની ચેમ્બરમાં ઘૂસી તેમની સાથે અસભ્ય વર્તનનો કેસ ફર્સ્ટ કલાસ કોર્ટનાં જજ ડી. જે. પ્રજાપતિ સમક્ષ ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ તરુણ દેસાઇની દલીલો ધ્યાને રાખી મહિલાને ૧ વર્ષ અને ૧૫ દિવસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.
હાઇ કોર્ટમાં પણ હોબાળો મચાવ્યો હતો
ડોમેસ્ટિક વાયોલન્સના કેસમાં મેન્ટેનન્સ અંગે હાઇ કોર્ટ દ્વારા રિટ કાઢી નાખતાં નારાજ થયેલાં તરલોચના ઝવેરીએ ૬ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ હાઇ કોર્ટમાં પણ ધમાલ મચાવી હતી. આ ઉપરાંત ૮ મે ૨૦૧૩નાં રોજ શહેરના અલકાપુરી વિસ્તારમાં રાતે ૮ વાગ્યાના સુમારે ઉચ્ચ અધિકારીઓનાં નિવાસસ્થાનની બહાર રોડ ઉપર બેસી તેમણે અડધો કલાક સુધી હાઇવોલ્ટેજ ડ્રામા કરતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું.
ટ્રાયલ દરમિયાન બ્રિટિશ સિટીઝનશિપ ધરાવતાં મહિલાને જેલમાં રહેવાનો આ પ્રથમ બનાવ બન્યો છે. જે સમયગાળા દરમિયાન તેમણે મૂકેલી જામીન અરજીઓ પણ નામંજૂર થઇ હતી. ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૩થી તેઓ જેલમાં હતાં.

વડોદરામાં બ્રિટિશ સિટિઝન મહિલાને જેલ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.