વરિષ્ઠ પત્રકાર અશોક ટંડન 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' કાર્યાલયની મુલાકાતે

યુકે સ્થિત પ્રેસ ટ્રસ્ટ અોફ ઇન્ડિયાના ભૂતપૂર્વ મુખ્ય સંવાદદાતા, ઇન્ડિયન જર્નાલિસ્ટ એસોસિએશનના ભૂતપુર્વ પ્રમુખ, ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલબિહારી બાજપાઇજીના પ્રેસ એડવાઇઝર અને જાણીતા પત્રકાર શ્રી અશોક ટંડન ગત સોમવારે તા. ૬-૧૦-૧૪ના રોજ કર્મયોગા હાઉસની મુલાકાતે પધાર્યા હતા.

શ્રી અશોકજીની સાથે બીબીસી અોવરસીઝની હિન્દી અને તામિલ વિભાગના ભૂતપુર્વ વડા શ્રી કેલાશ બુધ્ધવાર અને ઇન્ડિયન જર્નાલીસ્ટએસોસિએશનના ભૂતપુર્વ નેતા શ્રી બટુક ગઠાની અને 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના તંત્રી અને પ્રકાશક શ્રી સીબી પટેલે ભારતમાં યોજાયેલી તાજેતરની લોકસભાની ચૂંટણીઅો અને અન્ય આનુશાંગીક બાબતોની વિસ્તૃત ચર્ચા કરી હતી.

શ્રી અશોક ટંડને તાજેતરમાં જ ભારતમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીઅો દરમિયાન બીજેપીના મિડીયા સેલને પોતાની વ્યાપક સેવાઅો અર્પણ કરી હતી જેનું સંકલન શ્રી મનોજ લાડવાએ કર્યું હતું. કેન્દમાં મોદી સરકારની રચના બાદ શ્રી અશોક ટંડન હાલમાં ભારત સરકારના રોડ, ટ્રાન્સપોર્ટ, હાઇવે અને શીપીંગ વિભાગના કેન્દ્રિય મંત્રી શ્રી નીતિન ગડકરીના મીડીયા સલાહકાર તરીકે સેવાઅો આપે છે. 

વરિષ્ઠ પત્રકાર અશોક ટંડન 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' કાર્યાલયની મુલાકાતે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.