શેરડીના સાંઠા મારીને વ્યસન મુક્તિ!

મોસ્કોઃ નશીલા પદાર્થોની આદતથી કંટાળેલાં લોકોને આ કુટેવથી છોડાવવા દવા અપાય છે કે પછી તેની સાથે કાઉન્સેલિંગ કરાય છે, પણ રશિયાના ડોક્ટર્સે અનોખી પદ્ધતિ શોધી છે. 

રશિયાના સાઇબેરિયામાં આવેલાં એક ક્લિનિકમાં નશીલા પદાર્થો જેમ કે, આલ્કોહોલ, હેરાઇન વગેરેનું સેવન કરતાં લોકોને પહેલાં બેડ પર સુવડાવી દેવામાં આવે છે અને બાદમાં તેમની પીઠ પર શેરડીના સાંઠાના ફટકા મરાય છે. આલ્કોહોલનું સેવન કર્યું હોય તેમને આ આદતથી છોડાવવા માટે ૩૦ વખત સાંઠા મરાય છે જ્યારે ડ્રગ્સ કે હેરોઇનનું વ્યસન ધરાવતા લોકોને ૬૦ વખત શેરડીના સાંઠા મરાય છે. સાઇબેરિયામાં થતી આ સારવાર મેળવવા વિદેશથી પણ બંધાણીઓ અહીં આવતા હોવાનો ડોક્ટર્સનો દાવો છે. જે લોકો સારવાર માટે આવે છે તેમાં સેક્સ એડિક્ટ્સ, ડ્રગ્સ એડિકટ્સ, આલ્કોહોલ એડિક્ટ્સ હોય છે. સારવાર કરી રહેલા ડોક્ટર ગેરમેન પિલિપેન્કો જણાવે છે કે અત્યાર સુધીમાં એક હજારથી વધુ દર્દીઓની આ પ્રકારે સારવાર કરવામાં આવી છે, જેમાંથી મોટા ભાગનાએ કાયમ માટે વ્યસન છોડી દીધું છે.

શેરડીના સાંઠા મારીને વ્યસન મુક્તિ!
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.