સાપ્તાહિક રાશિ ભવિષ્ય

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ રાશિ (અ, લ, ઇ)ઃ આ સમયમાં એક પ્રકારની ઉદાસીનતા-વ્યગ્રતાની લાગણીનો અનુભવ થશે. તમારા વિચારોને અમલમાં મૂકવા અશક્ય જણાતાં તંગદિલી વધશે.  સંજોગો હજુ સુધરવામાં સમય લાગશે. નાણાંકીય ખર્ચ વધતો જણાશે.

 વૃષભ રાશિ (બ, વ, ઉ)ઃ મનોઉદ્વેગના બનાવો બનશે. ચિંતાનો અનુભવ થશે. સ્વસ્થતા કેળવવા વધુ લક્ષ આપજો. નાણાંકીય દૃષ્ટિએ થોડી વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવો પડશે. આવક સામે વિશેષ ખર્ચનો યોગ બળવાન છે.

 મિથુન રાશિ (ક, છ, ઘ)ઃ આ સમયમાં મહત્ત્વનાં કામ સફળ થતા જણાશે. પુરુષાર્થ ફળતા આનંદ-ઉત્સાહ અનુભવી શકશો. ધારેલા કામકાજો સફળતાપૂર્વક ઉકેલી શકશો. ખર્ચના પ્રસંગો આવશે અને આવક ખાસ વધે નહીં તેથી નાણાંભીડ જણાય.

 કર્ક રાશિ (ડ, હ)ઃ સફળતા-સાનુકૂળતાઓનું વાતાવરણ સર્જાતા સમય મજાનો નીવડશે. તમારો પુરુષાર્થ ફળશે. માનસિક ઉત્સાહ જણાશે. આર્થિક ચિંતાનો બોજો હળવો થાય. ઉઘરાણી કે લેણી રકમો પ્રાપ્ત થાય.

 સિંહ રાશિ (મ, ટ)ઃ મહત્ત્વના અને આશાસ્પદ સંજોગો સર્જાતાં માનસિક તંગદિલી હળવી બનશે. આગળ વધવાનો માર્ગ ખુલ્લો થતાં તમારી સક્રિયતામાં વધારો થશે. નાણાંભીડની પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી શકશો.

 કન્યા રાશિ (પ, ઠ, ણ)ઃ આ સમયમાં ખોટી ચિંતા, ટેન્શન જણાય. આર્થિક પ્રશ્નો ગૂંચવાયા હશે તો તેનો ઉકેલ લાવવા માટે વધુ મહેનત તથા પ્રયત્નો જરૂરી બનશે. ઉઘરાણી પાછળ વધુ ધ્યાન આપવું જરૂરી છે.

 તુલા રાશિ (ર, ત)ઃ વિનાકારણ ચિંતામાં સપ્તાહ પસાર થાય. શાંતિ અને સ્વસ્થતા જાળવશો તો કશું અનિચ્છનીય બનવાનું નથી. આર્થિક પ્રશ્નો ઉકેલાતા જણાય. અટવાયેલા લાભો મળશે.

 વૃશ્ચિક રાશિ (ન, ય)ઃ કાર્યો અને યોજનાઓ અંગે જોઈતી તકો અને અનુકૂળતાઓ મેળવશો. કોઈ મહત્ત્વનું કામ સફળ થાય. અગત્યની વાતચીતો પાર પડશે. જોકે સપ્તાહમાં નાણાભીડનો અનુભવ થશે. ખર્ચ, હાનિના પ્રસંગોથી સાવધ રહેજો.

 ધન રાશિ (ભ, ફ, ધ, ઢ)ઃ તમારો આ સમય પ્રવૃત્તિશીલ અને સક્રિય પુરવાર થશે. અધૂરા કામકાજોને આગળ ધપાવી શકશો. નવીન અને અગત્યની કાર્યવાહીઓના વિકાસ થતો જણાય. માનસિક સ્વસ્થતા અને સમતોલન જાળવવા જરૂરી છે.

મકર રાશિ (ખ, જ)ઃ તમારી માનસિક પરિસ્થિતિ અસ્વસ્થ અને બેચેનીભરી બનતી જણાશે. નાણાંકીય સંજોગો ગમે તેટલા વિપરીત હોય તો પણ હિંમત હારશો નહિ. નિરાશ થવાની જરૂર નથી. યોગ્ય માર્ગ મળી રહેશે.

કુંભ રાશિ (ગ, શ, સ, ષ) ઃ માનસિક સ્વસ્થતા માટે ગ્રહો મદદરૂપ થશે. ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર નથી. જરૂરી ખર્ચાઓ કે મૂડીરોકાણ માટે જોઈતી સહાય, લોનો વગેરે મેળવી શકશો. નાણાંના અભાવે કોઇ કામકાજ અટકશે નહિ.

મીન રાશિ (દ, ચ, ઝ, થ)ઃ એકંદરે આ સમય સારો નીવડશે. સ્વસ્થતા સક્રિયતા વધશે. પ્રગતિકારક નવરચનાઓને કારણે તમારી મૂંઝવણો દૂર થતી લાગશે. આર્થિક બાબતો અંગે વધુ પ્રયત્નશીલ અને જાગૃત બનવું જરૂરી સમજવું.

સાપ્તાહિક રાશિ ભવિષ્ય
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.