કેન્યામાં બિનમુસ્લિમ ૩૬ ખાણિયા મજૂરોની હત્યા
નાઇરોબી: ઉત્તર-પૂર્વ કેન્યામાં મંદેકા કાઉન્ટીમાં આવેલા કોરમે ગામ ખાતે ખાણમાં કામ કરતા ૩૬ મજૂરોની હત્યા કરવામાં આવી છે. આ મજૂરો સૂઈ રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.
આતંકવાદીઓએ બંદૂકની અણીએ બધાને ખૂબ જ માર્યા બાદ મુસ્લિમ મજૂરોને એક તરફ ખસી જવા આદેશ કર્યો હતો. બાદમાં બિનમુસ્લિમ મજૂરો પર અંધાધૂંધ ગોળીબાર કરી તેમની હત્યા કરી હતી. હુમલો કરનારા હથિયારધારી આતંકવાદીઓ પડોશી દેશ સોમાલિયાના અલ શબાબ સંગઠનના હતા. કેન્યાના રાષ્ટ્રપતિ ઉહુરુ કેન્યાટાએ આને દેશની જનતા પર થયેલો હુમલો ગણાવ્યો હતો. ગત મહિને પણ આતંકીઓએ અહીં હુમલો કરીને ૨૮ જણાને મોતને ઘાટ ઉતાર્યા હતા.
