કોર્ટે ફરી શ્રીનિવાસન્ અને ચેન્નઈ સુપર કિંગ્સ સામે આંગળી ચીંધી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ભારતીય ક્રિકેટ બોર્ડના સસ્પેન્ડેડ પ્રમુખ શ્રીનિવાસન્ અને આઇપીએલની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ પરની ભીંસ વધારતા સોમવારની સુનાવણી દરમિયાન કડક શબ્દોમાં નિર્દેશ કર્યો હતો કે ક્રિકેટની રમત અને તેના વહીવટમાં ચોખ્ખાઇ અને પારદર્શકતા રાખવી જરૂરી છે.

 જે તે સંસ્થામાં ઉચ્ચ સ્થાને બેઠેલાની પ્રતિભા નિષ્કલંકિત હોવી જોઈએ. જ્યાં સુધી ભારતીય ક્રિકેટ બોર્ડના તત્કાલીન પ્રમુખ શ્રીનિવાસનની વાત છે ત્યાં સુધી તેઓની છબિ સાફ પૂરવાર થઈ શકી નથી. સુપ્રીમ કોર્ટે જોકે પોતે સીધા કોઈ હુકમ દ્વારા પગલા કે સજા જાહેર કરશે તે ધારણા પર પડદો પાડતા એમ કહ્યું હતું કે ભારતીય ક્રિકેટ બોર્ડ કોન્ટ્રેકટર છે. તેઓએ હવે નક્કી કરવાનું છે કે કોને રાખવા અને કોને છૂટા કરી દેવાના. કોર્ટ શ્રીનિવાસનને 'કન્ફલીકટ ઓફ ઇન્ટરેસ્ટ'ની રીતે કલીનચીટ આપતી નથી.

કોર્ટે ફરી શ્રીનિવાસન્ અને ચેન્નઈ સુપર કિંગ્સ સામે આંગળી ચીંધી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.