ચીનની લાડી ને વડોદરાનો વર

વડોદરાના આજવા રોડ પર ગત સપ્તાહે યોજાયેલા એક લગ્નમાં વર-વધૂના પરિજનો અને તેમાં સાક્ષી બનેલા આમંત્રિતો માટે આ યાદગાર પ્રસંગ બની રહ્યો હતો.
કારણ કે ચીનની એક કન્યા ભારતીય નારી બનીને હિન્દુ સંસ્કૃતિ મુજબ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે શહેરના એક બ્રાહ્મણ યુવક સાથે સપ્તપદીના ફેરા ફરી હતી. જ્યારે ચીની પિતાએ કન્યાદાન કરીને પુત્રીને અશ્રુભીની આંખે વિદાય આપી હતી.
