ટાઈમ પર્સન ઓફ ધ યરમાંથી મોદી બહાર

ટાઈમ પર્સન ઓફ ધ યરમાંથી મોદી બહાર

ન્યૂ યોર્ક: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘ટાઈમ’ મેગેઝિનના ‘પર્સન ઓફ ધ યર’ની યાદીમાંથી બહાર નીકળી ગયા છે. મેગેઝિને જે અંતિમ આઠ ફાઈનલિસ્ટ્સની યાદી જાહેર કરી છે તેમાં મોદીનું નામ નથી. મોદી ‘ટાઈમ’ ના રિડર્સ પોલના ઓનલાઈન સર્વેમાં ટોચ પર હતા, પરંતુ એક્સપર્ટ પેનલે મોદીને આ માટે યોગ્ય ન ગણાવતા અંતિમ યાદીમાંથી તેમનું નામ બાકાત થયું છે.

મેગેઝિનના સંપાદક નેન્સી ગિબ્સ ૧૦ ડિસેમ્બરે ‘પર્સન ઓફ ધ યર’ની જાહેરાત કરશે. સર્વેનું વોટિંગ રવિવારે બંધ થઈ ગયું હતું. લગભગ ૫૦ લાખ જેટલા મતમાંથી મોદી ૧૬.૨ ટકા મત સાથે રીડર્સ પોલમાં પ્રથમ નંબરે હતા. ફર્ગ્યુસનના વિરોધ પ્રદર્શકો ૯.૨ ટકા મત સાથે બીજા ક્રમ પર હતા. મેગેઝિને કહ્યું છે કે ભારતમાંથી તેના વાચકોએ ઓનલાઈન પોલમાં મોદી તરફી ખાસ્સું મતદાન કર્યું હતું, જેથી મોદી આ સર્વેમાં પ્રથમ ક્રમે હતા.
અંતિમ આઠ ફાઇનલિસ્ટ્સ
પોપ સિંગર ટેઈલર સ્વિફ્ટ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન, ફર્ગ્યુસનના વિરોધ પ્રદર્શકો, એપલના સીઈઓ ટિમ કૂક, અલીબાબાના સ્થાપક જેક મા, નેશનલ ફૂટબોલ લીગના કમિશનર રોજર ગુડેલ, ઈરાકના રાષ્ટ્રપતિ મસૂદ બરજાની અને ઈબોલા વાઈરસગ્રસ્ત લોકોની સારવાર કરનારા સહાયકો

ટાઈમ પર્સન ઓફ ધ યરમાંથી મોદી બહાર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.