દિલીપ કુમારની તબિયત નાદુરસ્તઃ

પીઢ અભિનેતા દિલીપ કુમારને ન્યુમોનિયાની સારવાર માટે ગત સપ્તાહે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલના ડો. જલિલ પારકરે જણાવ્યું હતું કે કફ અને શરદીથી પીડાતા દિલીપ કુમારને ન્યુમોનિયાની સારવાર માટે એન્ટિબાયોટિક આપવામાં આવી રહી છે. જોકે હવે તેમની તબિયત સારી છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં હાર્ટએટેક આવ્યા બાદ ૯૧ વર્ષીય અભિનય સમ્રાટને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ટ્રેજેડી કિંગ તરીકે જાણીતા દિલીપ કુમારે અનેક ક્લાસિક ફિલ્મોમાં યાદગાર ભૂમિકા ભજવી છે. તેમણે છ દાયકા લાંબી કારકિર્દીમાં ૬૦થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.

ફેસબુક ઉપર અમિતાભના ૧.૮ કરોડ ફોલોઅર્સઃ ઢળતી ઉંમરે પણ અમિતાભ બચ્ચનની લોકપ્રિયતા વધી રહી છે. ૭૨ વર્ષીય આ અભિનેતા સોશિયલ સાઇટ ફેસબુક ઉપર ૧૮ મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવે છે. અમિતાભે આ અંગે ફેસબુક પેજ પર પોસ્ટ કરીને પોતાના ૧,૮૦,૧૮,૧૯૦ ફોલોઅર્સનો આભાર માનતાં જણાવ્યું હતું કે, ‘મારા ફેસબુકનાં ફેમિલીનો મને આટલો બધો પ્રેમ આપવા બદલ આભાર માનું છું.’ અન્ય સોશિયલ નેટવર્ક સાઇટ ટ્વિટર પર પણ મહાનાયક અત્યારે ૧૧.૮ મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. તેઓ હંમેશાં સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે તેમ જ પોતાના બ્લોગ પર નિયમિત રીતે પોતાના જીવન અંગેની વાતો જણાવે છે. તેમણે ટ્વિટર પર પણ તેમના ફોલોઅર્સનો આભાર માન્યો હતો. બચ્ચને તાજેતરમાં જ પીકુ ફિલ્મનાં પોસ્ટરને પોસ્ટ કર્યું હતું.

દિલીપ કુમારની તબિયત નાદુરસ્તઃ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.