દુનિયાના સૌથી ભ્રષ્ટ દેશોમાં ભારત ૮૫મા ક્રમેઃ

વૈશ્વિક ભ્રષ્ટાચાર ઈન્ડેક્ષની ૧૭૫ દેશો યાદીમાં ભારતનો ક્રમ ૯૪થી સુધરીને ૮૫ થઈ ગયો છે. ભ્રષ્ટાચાર પર નજર રાખતા સંગઠન ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ ઈન્ડિયા (ટીઆઈઆઈ)એ જણાવ્યું હતું કે ૯૨ પોઈન્ટ સાથે ડેન્માર્ક ૨૦૧૪માં સૌથી ભ્રષ્ટ દેશોની યાદીમાં પ્રથમ ક્રમે રહ્યું છે. જ્યારે ૮ પોઈન્ટ સાથે ઉત્તર કોરિયા અને સોમાલિયા યાદીમાં છેલ્લા ક્રમે છે. ભારતના પાડોશી દેશોમાં ચીન ગયા વર્ષના ૮૦મા ક્રમથી ગગડીને ૧૦૦મા ક્રમે રહ્યું છે. પાકિસ્તાન અને નેપાળ ૧૨૬મા ક્રમે છે. બાંગ્લાદેશ ૧૪૫મા ક્રમે જ્યારે ભૂતાન ૩૦મા ક્રમે છે. ભારતની સાથે શ્રીલંકાને પણ ૮પમું સ્થાન મળ્યું છે. અફઘાનિસ્તાન આ યાદીમાં ૧૭૨મા ક્રમે છે.

ઉત્તર કોરિયામાં બાળકને શાસકનું નામ આપવા પર પ્રતિબંધઃ ઘણા માતા-પિતાની એવી ઈચ્છા હોય છે કે તેઓ પોતાનાં બાળકોનાં નામ દેશના શાસક કે મોટા નેતાના નામ પરથી રાખે. પરંતુ ઉત્તર કોરિયાની સરકારે શાસક કિમ જોંગ ઉનના નામથી કોઈ અન્ય બાળકનું નામ રાખવા પર પ્રતિબંધ મૂક્યો છે. અગાઉના શાસકો કિમ જોંગ ઈલ અને કિમ ઈલ સુંગના નામથી પણ કોઈ વ્યક્તિ તેમનાં સંતાનોના નામ નહીં રાખી શકે. અગાઉ ૨૦૧૧માં તત્કાલીન શાસક કિમ જોંગ ઈલે પણ આદેશ આપ્યો હતો કે, કોઈ પણ વ્યક્તિ પોતાનું કે તેમના બાળકનું નામ કિમ જોંગના નામથી ન રાખે. જો કોઈએ આ નામ રાખ્યું હોય તો તાત્કાલિક બદલી નાખે. તેમણે નામની નોંધણી કરતી ઓફિસોને પણ આદેશ કર્યો હતો કે, કોઈ બાળકની આ નામથી નોંધણી કરવી નહીં.

૨૦૧૪નો ઇન્ટરનેશનલ વર્ડ ‘વેપિંગ’ઃ જે રીતે ગયા વર્ષથી સેલ્ફી શબ્દની લોપ્રિયતા ખૂબ જ ઝડપથી વધી છે, તેવી જ રીતે આ વર્ષે ‘વેપિંગ’ શબ્દનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. ઓક્સફર્ડ ડિકશનરીએ તેની જાહેરાત કરતાં કહ્યું હતું કે આ વર્ષ ૨૦૧૪નો ઇન્ટરનેશનલ શબ્દ છે. તેની પાછળ જે શબ્દ હતા, વે બે, બડટેન્ડર, ઇન્ડિરેફ. વેપિંગનો અર્થ ઇલેક્ટ્રોનિક સિગરેટ અથવા તેના જેવું જ કોઈ સાધન. ઇન્ટરનેટ અને અન્ય માધ્યમોથી આ શબ્દના પ્રયોગના આંકડા એકત્ર કરાયા હતા. એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું હતું આ વર્ષે વેપિંગ શબ્દનો ઉપયોગ બમણો થયો છે, આ નવો શબ્દ નથી.

દુનિયાના સૌથી ભ્રષ્ટ દેશોમાં ભારત ૮૫મા ક્રમેઃ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.