બાળકો પર પેરન્ટ્સના ડાઈવોર્સની ખરાબ અસર

લંડનઃ પેરન્ટ્સ એકબીજાથી અલગ થાય તેની ઘણી ખરાબ અસર બાળકના ભવિષ્ય પર થાય છે. માતાપિતાના ડાઈવોર્સ પછી બાળકોના પરીક્ષાના પરિણામો નબળાં આવે છે, ઘણાં બાળકો માનસિક તણાવ હળવો કરવા માદક પદાર્થોના રવાડે ચડી જાય છે.
એક નવા અભ્યાસના તારણો જણાવે છે કે માતાપિતાએ ડાઈવોર્સ લીધો હોય તેવા બાળકોમાંથી બે તૃતીઆંશ બાળકોના પરિણામો પર ખરાબ અસર ઉભી થઈ હતી, જ્યારે આઠમાંથી એક બાળક ડ્રગ્સ અથવા શરાબ તરફ વળી ગયું હતું. પેરન્ટ્સને અલગ થતાં નિહાળી દુઃખી થતાં બાળકોમાં ત્રણમાંથી અંદાજે એક બાળકને ખાવાની તકલીફો ઉભી થાય છે. યુકેમાં દર વર્ષે ૧૬ વર્ષથી નીચેના આશરે ૧૦૦,૦૦૦ બાળકોને ડાઈવોર્સનો અનુભવ થાય છે.
